Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

સરપંચ સંધ્‍યાબેન દિનેશભાઈ પટેલના પતિ સરકારી છોટા હાથી ટેમ્‍પાનો ઉપયોગ મંડપ ડેકોરેશનના માલ સામાનમાં હેરાફેરી કરતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડના મગોદ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા પંચાયતના કચરો ભરવાના સરકારી ટેમ્‍પો છોટા હાથીનો ઉપયોગ ખાનગી રાહે થઈ રહેલાનું તપાસમાં બહાર આવતા ડીડીઓએ સરપંચને તાત્‍કાલિધ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ કાંઠાના મગોદ ગામમાં સરપંચ તરીકે સંધ્‍યાબેન દિનેશભાઈ પટેલ કાર્યરત છે. સરકાર દ્વારા 1પમા નાણાપંચ હેઠળ વલસાડ તાલુકાની પ0 જેટલી પંચાયતોના કચરો એકત્ર કરવા છોટા હાથી ટેમ્‍પો અપાયા હતા. મગોદ પંચાયતને મળેલ ટેમ્‍પાનું પાછળનું કેબિન ઉતારી સરપંચના પતિ અંગત વ્‍યવસાય મંડપ ડેકોરેશન માટેટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરી રહ્યા હતા જેની ફરિયાદ ટીડીઓ શ્રી રાહુલ પટેલને મળી હતી. મામલો ડીડીઓ સુધી પહોંચેલો તેથી સ્‍થળ તપાસના આદેશ અપાયો હતો. ટીડીઓ મેહુલ પટેલના રિપોર્ટ બાદ તા.21મીના રોજ સરપંચ સંધ્‍યાબેન પટેલનું હિયરીંગ હતું જેમાં ડીડીઓ મનિષ ગુરવાનીએ પંચાયત ધારાની મળેલ સત્તાની રૂએ મહિલા સરપંચ સંધ્‍યાનબેન પટેલને હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કરવાનો હુકમ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંધ્‍યાબેન પટેલ વલસાડ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પણ છે ડીડીઓના હુકમના પગલે અન્‍ય પંચાયતોમાં વ્‍યાપક ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.

Related posts

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment