Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્‍સનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકોને રોટરી કલબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહ પ્રાથમિક શાળા નાનકપાડા માંડામાં યોજવામાં આવ્‍યો
શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય ડિસ્‍ટ્રિક્‍ટ લિટરસી ચેર નિલેશભાઈ શાહ, રોટરી કલબ વાપી પ્રમુખ કળષિત રાજેશભાઈ શાહ, રોટરી ક્‍લબ સરીગામ અને ગ્રામ કલ્‍યાણ પ્રોજેક્‍ટ ચેર આશિતભાઈ આરેકર, રોટરી કલબ વાપી લીટરસી ચેર લક્ષ્મણભાઈ પુરોહિત, વાપી રાજેશભાઈ શાહ, ઉદ્યોગપતિ દમણ અનિલભાઈ માલવીયા, અને દમણ હરીશભાઈ પટેલ કરવામાં આવ્‍યું હતું.
ડિસ્‍ટ્રિક્‍ટ લિટરસી ચેર નિલેશભાઈશાહે જણાવ્‍યું કે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને આરોગ્‍ય વિશે માર્ગદર્શન આપ્‍યુ હતું. પોલિયો હાલમાં સંપૂર્ણ પણે નાબૂદ થયો છે. ઉમરગામના તાલુકાના શિક્ષકોની કામગીરી બિરદાવી હતી. સ્‍વાગત પ્રવચનમાં નિલેશભાઈ પટેલે જણાવ્‍યું કે નાનકપાડાની પ્રાથમિક શાળામાં 2000 માં 42 વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરતા હતા. આજે 480 વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ દાતાના સહયોગથી કરવામાં આવી છે. દાતાઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રેષ્ઠ શિક્ષકોનું સન્નમાન સમારોહમાં પ્રાથમિક શાળા નાનકપાડા માંડાની સ્‍કૂલ નિલેશભાઈ પટેલ, પ્રા.શાળા માલખેત નીતિનભાઈ પટેલ, પ્રા. શાળા ચીખલવાડા વિજયકુમાર જાની, પ્રા.શાળા કરમોડા હિરેનભાઈ પટેલ, પ્રા. શાળા નગામ મમતાબેન પટેલનું ઉપસ્‍થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાથના, સ્‍વાગત ગીત, હનુમાનજી ચાલીસા વિશેષ આદિવાસી નૃત્‍ય પ્રકળતિ પૂજન બાળકો દ્વારા કળતિઓ રજુ કરવામાં આવી હતી. સી.આર.સી. કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ અને મોટી સંખ્‍યામાં અગ્રણી ઉપસ્‍થિત રહ્યા હતા.
આભર વિધિ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ કાર્યક્રમ સંચાલન મુક્‍તિબેન પટેલે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો ભારે જહેમત ઉઠાવીકાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપી નગરપાલિકા નવનિયુક્‍ત પ્રમુખ તરીકે કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અભય શાહની બિનહરીફ વરણી

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

Leave a Comment