Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

  • મહાનુભાવોએ ટૂંક સમયમાં શરૂ થનાર ડિજિટલ લાઈબ્રેરીનો પણ નિહાળેલો ડેમો

  • પંચાયતની લાઈબ્રેરી નિહાળી મહાનુભાવોએ વ્‍યક્‍ત કરેલી પ્રસન્નતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણના દેવકા ખાતે આયોજીત ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં ભાગ લેવા ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, ભારતીય સાંસ્‍કૃતિક સંબંધ પરિષદના અધ્‍યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે, કેન્‍દ્રિય પંચાયતી રાજ્‍યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.
દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલ સહિતના તમામ આગેવાનો લાઈબ્રેરી નિહાળી પ્રભાવિત થયા હતા. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથીદમણની પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝે સી.એસ.આર.ના માધ્‍યમથી આ લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્‍યું છે અને ખુબ જ ટૂંક સમયમાં ડિજિટલ લાઈબ્રેરીનો પણ પ્રારંભ થઈ રહ્યો હોવાની જાણકારી આપી હતી.
ભારતીય સાંસ્‍કૃતિક સંબંધ પરિષદના અધ્‍યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધેએ આઈપેડ ઉપર પુસ્‍તક શોધી ડિજિટલી વાંચન પણ કર્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, સર્વર ઉપર લગભગ 5000 જેટલી બુક્‍સ પ્રારંભિક તબક્કામાં સામેલ કરવામાં આવેલ છે. જે પ્રમાણે જરૂરિયાત જણાશે તે રીતે ડિજિટલી બુક્‍સનો વધારો કરાશે. તમામ આઈપેડમાં નેશનલ ડિજિટલ લાઈબ્રેરીની એપ પણ ડાઉનલોડ કરવામાં આવેલ હોવાથી જે પણ બુક્‍સ વાંચવી હશે તે સરળતાથી ડિજિટલી વાંચી પણ શકાશે. આ લાઈબ્રેરીના ઈ-ઉદ્‌ઘાટન માટેની તૈયારીઓ પણ ચાલી રહી હોવાની જાણકારી આપી હતી.

Related posts

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment