Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

રાજસ્‍થાનના જાણીતા લોક કલાકારો ભાગ લેશે : રાજસ્‍થાન ભવનમાં શિવરાત્રી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.12: વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024નું ભવ્‍ય આયોજન આગામી રવિવારે સાંજના 4 કલાકે ઉપાસના લાયન્‍સ હોલમાં થનાર છે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજસ્‍થાનના નામી લોક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમની રંગત જમાવનાર છે. અન્‍ય શિવરાત્રીનો કાર્યક્રમ ગતરાતે રાજસ્‍થાન ભવનમાં યોજાઈ ગયો.
વાપીમાં શિવરાત્રીથી ફાગોત્‍સવનો આગાજ શરૂ થઈ ગયો છે. રાગની તાલમાં લોકગીતોની શમા બંધાશે. ગોરજા સંગ રાસ રચાવે બાબો ભોલો અમલી જેવા હોલીના ધમાલ ગીતોથી ભગવાન શીવને મનાવાશે. રાઘવદાસ ભક્‍તમંડળ અને સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા રાજસ્‍થાન ભવનમાં લોકગીતો સંગીત સંધ્‍યા યોજાઈ ગઈ હતી. ભક્‍ત મંડળના રાકેશ જોગિડાએ પોતાના સુમધુર કંઠે ગીતોની શમા બાંધી હતી. બાલાજી પ્રચાર મંડળના સુભાષ શર્મા, અંજની ગોહાટી, રાજેન્‍દ્ર મહલા, ગૌરી શંકર શર્મા સહિતના કલાકારોએ નૃત્‍ય સાથે મરુધરાની માટીની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

vartmanpravah

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

ખૂબ જ નજીકના ભવિષ્‍યમાં ઔર વધુ દમણની શાન અને સૂરત વધશે

vartmanpravah

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

vartmanpravah

દાદરાની સ્‍ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્‍યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્‍ય નિકાલની આપેલી બાહેંધરી

vartmanpravah

Leave a Comment