October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપીની પોલીબોન્ડ કંપનીનાં ૩ કામદારોને ગેસની અસર થતાં સારવાર માટે ખસેડાયાઃ કામદારો સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના ગેસનો ભોગ બન્યા

ફોર્થ ફેઝમાં આવેલ ગુજરાત પોલીબોન્ડ કંપનીમાં રાત્રિના સમયે ઘટેલી ઘટનાઃ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રા.લિ. કંપનીઍ ગેસ છોડતાં કામદારોને શ્વાસ લેવામાં પડેલી તકલીફ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વાપી જી.આઈ.ડી.સી.માં કેટલીક કંપનીઓ રાત્રે ઝેરી ગેસ છોડી રહ્યાની વારંવાર ઉઠતી ફરિયાદોને સાચી ઠેરવતી ઘટના ફોર્થ ફેઈઝની એક કંપનીમાં ઘટી હતી. કંપનીમાં ત્રણ કામદારોને ઝેરી ગેસ લાગતા તાત્‍કાલિક ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વાપી જી.આઈ.ડી.સી.માં ફેઝ ફોર્થ બિલખાડી પાસે આવેલ ગુજરાત પોલીબોન્‍ડ પ્રા.લી. નામની કંપનીમાં ગતરોજ રાત્રે ઝેરી ગેસની એસર થઈ હતી. નાઈટ શિફટમાં ફરજ બજાવી રહેલા દિલીપ હળપતિ અને મુકેશ બસ્‍તા સહિત એકને ઝેરી ગેસ લાગ્‍યો હતો તેને તાત્‍કાલિક ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે સારવાર માટે ખસેડાયો હતો. કામદારોના વર્ણવ્‍યા મુજબ રાત્રે 12 વાગ્‍યાના સુમારે પ્‍લોટ નં.6306માં આવેલ સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ દ્વારા ગેસ છોડવામાં આવ્‍યો હતો. કામદારોને શ્વાસ લેવાની તકલીફ પડી હતી અને ઉબકા શરૂ થયા હતા. ત્રીજા માળેથી નીચે આવી કંપની સંચાલકને જાણ કરતા સારવાર માટે ખસેડયા હતા. કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડાઈ રહ્યા છે છતાં પણ જી.પી.સી.બી. દર્શકની મુદ્રામાં જોવા મળી રહી છે.

Related posts

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 70 મહિના પૂર્ણઃ સંઘપ્રદેશના આવેલા સારા દિવસો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં આઈટી વિદ્યાર્થીઓ માટે ટેક ટેલ્‍ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment