Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના કપરાડા બાયફ ઓફીસ ખાતે વિશ્વ મહિલા દિવસ કાર્યક્રમનુ આયોજન એન્‍કર બાય પેનાસોનીક અને બીસલ્‍ડ બાયફ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનોહેતુ મહિલા સશ્‍ક્‍તિકરણ અને આત્‍મનિર્ભર કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન શ્રી કપરાડા વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરી, એન્‍કર બાય પેનાસોનીકના આસિસ્‍ટન્‍ટ મેનેજર શ્રી કિરણભાઈ મોરે, થાણે, શ્રી નીતીનભાઈ સોનાવાલા, આર્ટ્‍સ વિનયન કોલેજ, કપરાડાના પ્રિન્‍સિપાલ ડૉ.ડી.એન. દેવરી, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા અને અન્‍ય મહેમાનો કાર્યકમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. બીસલ્‍ડ બાયફ કપરાડાના શ્રી જીતીનભાઈ સાઠે, બાયફ ટીમના સ્‍ટાફ અને બાયફ દ્વારા ચાલતા પ્રોજેક્‍ટ કાર્ય વિસ્‍તારમાંથી સ્‍વ-સહાય જુથના 500 બહેનો હાજર રહી આ દિવસને સફળ બનાવ્‍યો હતો. વિશ્વ મહિલા દિવસ નિમિતે અલગ-અલગ જુથ દ્વારા વિવિધ સાંસકળતિક કળતિઓ ભજવવામાં આવી હતી. આ કાર્યક્રમ અનુરૂપ મુખ્‍ય મહેમાનશ્રોઓ દ્વારા બહેનોને ઉત્‍સાહિત કરવા સંબોધનો કરવામાં આવ્‍યુ, અને બહેનો દ્વારા પણ સ્‍વેચ્‍છાએ પોતાના મંતવ્‍યો રજુ કરમાં આવ્‍યા. મહિલા દિવસ નિમીતે શ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવવાની અને યોજાતી મહિલા ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા માટે બહેનોને મફત મેદાનનું આયોજન કરી આપવાની ખાતરી આપી. સખી સહીયારી ફેડરેશન કપરાડા દ્વારા નારી ભવન બનાવવા માટે ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીને લેખીતમાં રજૂઆતકરવામાં આવી હતી.

Related posts

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

Leave a Comment