October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

કુ.નેહા નિશાદ 14 સિનિયર નેશનલ હોકી સ્‍પર્ધા પુનામાં ગુજરાતની ટીમમાં સામેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.12: વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નેશનલ હોકી ચેમ્‍પિયનશીપમાં પસંદગી મેળવી ઝળહળતી સિધ્‍ધિ હાંસલ કરી છે.
ટી.વાય.બી.કોમમાં વલસાડ કોમર્સ કોલેજમાં અભ્‍યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્‍યની હોકી સિલેકશન ટ્રાયલમાં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરીને નેશનલ હોકી ચેમ્‍પિયનશીપમાં પસંદગી પામી છે. નેહા નિશાદ પુના મહારાષ્‍ટ્રમાં યોજાનાર 14મી સિનિયર નેશનલ હોકી ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધામાં ગુજરાતની ટીમમાં પસંદગી થવાથી ગુજરાત ટીમ સાથે હોકી સ્‍પર્ધા રમશે. નેહા નિશાદે રાષ્‍ટ્રીય કક્ષામાં ભાગ લઈ કોલેજનું ગૌરવ વધાર્યું છે. તેથી કોલેજ સત્તા મંડળના ટ્રસ્‍ટીઓ, આછાર્ય ડો.ગીરીશકુમાર રાણા, શારિરીક શિક્ષણના અધ્‍યાપક મુકેશભાઈ પટેલ અને તમામ ટીચિંગ-નોન ટીચિંગ સ્‍ટાફના સભ્‍યો તેમજ વલસાડ હોકી એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તરફથી અભિનંદન પાઠવ્‍યા હતા. નેશનલ હોકી ચેમ્‍પિયનશીપમાં શ્રેષ્‍ઠ દેખાવ કરવાની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment