Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના યુવા ક્રિકેટર ઉમંગ ટંડેલે સુરત ક્રિકેટ લીગમાં સતત બે અડધી સદી ફટકારી

ઉમંગ ટંડેલને ટ્રોફી અને રોકડ પુરસ્‍કાર સાથે મેન ઓફ ધ મેચનો ખિતાબ એનાયત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ)
સુરત, તા.13: સુરત ક્રિકેટ લીગમાંઆજે મગદલ્લા લાયન્‍સ અને ડૂમ્‍સ ક્રિકેટ ક્‍લબ વચ્‍ચે 8મી મેચ રમાઈ હતી, જેમાં મગદલ્લા લાયન્‍સના કેપ્‍ટન ચિરાગ ગાંધીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ડૂમ્‍સ ક્રિકેટ ક્‍લબની ટીમે 20 ઓવરમાં 128 રન બનાવ્‍યા હતા. જેમાં રૂદ્ર પટેલે 42 રન, હર્ષ દેસાઈએ 22 રન અને પાર્થ ઠાકોરે 33 રન બનાવ્‍યા હતા. મગદલ્લા લાયન્‍સ માટે ભવ્‍ય ચૌહાણે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. ટીમ મગદલ્લા લાયન્‍સે બીજા દાવમાં 129 રનના ટાર્ગેટનો પીછો કરતા 18.1 ઓવરમાં 134 રન બનાવ્‍યા હતા, જેમાં ઉમંગ ટંડેલે ધમાકેદાર ઇનિંગ્‍સ રમી હતી અને મેદાનની ચારેબાજુ ચોગ્‍ગા અને છગ્‍ગા ફટકાર્યા હતા અને માત્ર 32 રનમાં 58 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બોલ, જેમાં 6 ફોર અને 2 સિક્‍સર સામેલ હતી. ગ્રાઉન્‍ડ પર આવેલા દર્શકોએ ઉમંગ ટંડેલની બેટિંગનો ભરપૂર આનંદ માણ્‍યો હતો. જ્‍યારે કેપ્‍ટન ચિરાગ ગાંધીએ 17 બોલમાં 22 રન બનાવ્‍યા હતા. ઉમંગ ટંડેલને ટ્રોફી અને રોકડ પુરસ્‍કાર સાથે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્‍યો હતો. આમ, મગદલ્લા લાયન્‍સે સુરત ક્રિકેટ લીગમાં સતત બીજી જીતહાંસલ કરી છે. ઉમંગના કોચ ભગુ પટેલ ઉમંગ ટંડેલના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે અને કહ્યું છે કે મને ઉમંગ પર પૂરો વિશ્વાસ છે અને તે ભવિષ્‍યમાં પણ મગદલ્લાલાયન્‍સ ટીમ માટે તેનું પ્રદર્શન ચાલુ રાખશે.

Related posts

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

Leave a Comment