Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસજી ભૂતપૂર્વ કેન્‍દ્રીય ટી બોર્ડના સભ્‍ય ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્‍થાન મોટી ખાતુ અને કબીર સમાધિ સ્‍થળ મગર ધામ કબીર 504ના કબીરના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત મહાપરિનિર્વાણ મહોત્‍સવમાં સંતકબીર એવોર્ડ માટે દેશનાં 100 મહાન હસ્‍તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના ધોધડકુવા ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ યુ. પટેલને નિર્ણાયક મંડળ દ્વારા સંત કબીર સન્‍માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
ડો.વિમુખ પટેલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ બનશે.
ડૉ.વિમુખ યુ પટેલને આ એવૉર્ડ ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્‍ટરનેશનલ હોલ, નવી દિલ્‍હી ખાતે આયોજિત ભવ્‍ય સમારંભમાં આપવામાં આવશે. ડૉ. વિમુખ યુ. પટેલને વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલઅભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah

Leave a Comment