October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

સેલવાસ શહેરમાં ઠેર-ઠેર પાણીની સમસ્‍યા અને સ્‍માર્ટ સીટી માટે ખોદેલા રોડથી લોકો ત્રાહિમામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્‍ય દ્વારા પાલિકા વિસ્‍તારના લોકોને પડી રહેલી વિવિધ મુશ્‍કેલીઓ અંગે સાંસદ અને કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી હતી. જેમા જણાવ્‍યા અનુસાર સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં રહેતા લોકો વિવિધ પરેશાનીઓ અને મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા હોય જેનું તાત્‍કાલિક ધોરણે જલ્‍દીથી નિવારણ લાવવા વિનંતી કરી છે.
હાલમાં પાલિકા વિસ્‍તારમા લોકોએ દુકાન આગળ વર્ષોથી પતરાંના સેડ બનાવેલ હતા. જે પાલિકા અને સ્‍માર્ટસીટી દ્વારા કાઢવામા આવી રહ્યા છે અને કાઢી નાંખેલ છે જેના લીધે હાલમાં ગરમીની સીઝન હોય તેમજ ટુંક સમયમા વરસાદની સીઝન આવવાની હોય જેથી દરેક વેપારીઓ પરેશાન હોય, તો જ્‍યાં પતરાં કાઢેલા છે ત્‍યાંએસએમસી દ્વારા પાંચ ફુટના પતરાં લગાવવાની પરમીશન આપવામા આવનાર હોય એમ વધુ સમય નહી લગાવતા જલ્‍દીથી પાંચ ફુટ કે તેથી વધારે ફુટના પતરાંની તાત્‍કાલિક ધોરણે પરવાનગી આપવામા આવે કે જેથી વેપારીઓ અને ગ્રાહકોને પડતી મુશ્‍કેલીઓ દુર કરી શકાય.
પાલિકા વિસ્‍તારમા દરેક વોર્ડમાં પીવાના પાણીની સમસ્‍યા ગંભીર છે. અમુક વોર્ડમાં પીવાના પાણીની ટાંકીઓ મુકવામા આવેલ છે. હાલમાં ગરમીની સિઝન હોય વધારે સમય સુધી લોકોને પાણી મળે અને પાણીના સપ્‍લાઈ કરવાનો સમય વધારવામા આવે પાણી અને જે ટાંકી મુકેલ છે તે રોજ રોજ નિયમિત રીતે ભરવામા આવે કે જેથી પીવાના પાણીની સમસ્‍યા કંઈક અંશે દૂર કરી શકાય.
પાલિકા વિસ્‍તારમા સ્‍માર્ટસિટી બનાવવાના નામે ઘણા વિસ્‍તારમાં રોડ ખોદવામા આવેલ છે. જેમા સીવરેજ લાઈન નાંખવા માટે પણ ઘણા રોડ ખોદેલા છે તેમજ અમુક વોર્ડના વિસ્‍તારોમાં રસ્‍તાની હાલત ખુબ જ ખરાબ છે,તો ચોમાસા અગાઉ પાલિકા વિસ્‍તારના તમામ 15 વોર્ડમાં સર્વે કરી જ્‍યાં પણ રોડની હાલત ખરાબ છે, ત્‍યાં નવા રોડ બનાવવામા આવે અને સીવરેજ લાઈનનું જે પણ કામ બાકી છે તે જલ્‍દીથી પુરુ કરવામા આવે તેમજ જ્‍યાં હાલમા કામ ચાલુ છે, ત્‍યાં તાત્‍કાલિક ધોરણે રીપેર કરવામા આવે.
હાલમાંપાલિકા વિસ્‍તારમાં હાઇમસ્‍ટ લાઈટ અને સ્‍ટ્રીટ લાઈટ અમુક વિસ્‍તારમાં જે પોલ લગાવેલ હતા એ કાઢી નાંખવામા આવેલ છે જેના લીધે વિવિધ સોસાયટીમા કે અન્‍ય સ્‍થળોએ લોકોને રાત્રે લાઈટની સમસ્‍યા થઈ રહેલ છે જેનું તાત્‍કાલિક ધોરણે યોગ્‍ય નિવારણ કરવામા આવે.
પાલિકા વિસ્‍તારના અમુક મુખ્‍ય રસ્‍તાઓની વચ્‍ચેના ડિવાઇડરો હાલમાં કાઢી નાખવાના કારણે અકસ્‍માત થવાના ઘણા બનાવો બનેલ છે જેનો તાત્‍કાલિક ધોરણે ઉકેલ લાવવામા આવે કે જેથી આવનારા સમયમા થનારા અકસ્‍માતોને નિવારી શકાય. પાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલે આ જે શહેરી વિસ્‍તારની સમસ્‍યાઓ છે એનું જલ્‍દીથી નિવારણ થશે એવી આશા અને સ્‍માર્ટ સીટીના ડેવલપમેન્‍ટનું જે કાર્ય થાય છે એ કોરોના કાળની પરિસ્‍થિતિ તથા લોકોના હિતોને ધ્‍યાનમાં રાખીને કરવામા આવે એવી કલેક્‍ટરને વિનંતી કરી છે

Related posts

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

vartmanpravah

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment