Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્‍લેષણ કરાયું

જિલ્લાના 439 મતદાન મથકો પર રાજ્‍ય કક્ષા કરતા નીચું મતદાન નોંધાયું હોવાનું રિવ્‍યૂ બેઠકમાં બહાર આવ્‍યું

ઓછું મતદાન માટે મહત્‍વના 9 કારણો જાણવા મળતા સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ માઈક્રો પ્‍લાનિંગ કરાયું

જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાનગી કંપનીઓ સાથે એમઓયુ કરાયા

ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી સંકલ્‍પ પત્રોનું વિતરણ કરાયું: શાળા-કોલેજોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો થયા

– અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. 26-વલસાડ લોકસભા બેઠકની સામાન્‍ય ચૂંટણીનું મતદાન તા.07 મે, 2024 અને મતગણતરી તા.04 જૂન, 2024ના રોજ થનાર છે. ત્‍યારે આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-વ-જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્‍વ હેઠળ SVEEP (Systematic Voter’s Education and Electoral Participation) મેનેજમેન્‍ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે સ્‍વીપના ખાસ નોડલ અધિકારી તરીકે વલસાડ જિલ્લા ર્5ીંદ્યાથમિકશિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાની નિમણૂંક કરવામાં આવી હતી. જેઓએ મતદાનનું ર્5ીંદ્યમાણ વધે તે માટે ગત વિધાનસભાની ચૂંટણી-2022માં રાજ્‍ય કક્ષાના મતદાન 64.84 ટકા કરતા નીચું મતદાન ધરાવતા વલસાડ જિલ્લાના મતદાન મથકોનું વિશ્‍લેષણ કર્યું હતું. જેમાં રાજ્‍ય કક્ષા કરતા નીચું મતદાન ધરાવતા 439 મતદાન મથકો મળી આવ્‍યા હતા. જેથી નીચું મતદાન ધરાવતા મતદાન મથકોમાં કામ કરતા બીએલઓ (બ્‍લોક લેવલ ઓફિસર)ની રિવ્‍યૂ બેઠક દરેક તાલુકામાં બોલાવી હતી.
આ રિવ્‍યૂ બેઠકમાં રાજ્‍ય કક્ષાના સરેરાશ મતદાન કરતા વલસાડ જિલ્લાના 439 મતદાન મથકો પર કેમ ઓછું મતદાન થયું તેના વિવિધ કારણો જાણવામાં આવ્‍યા હતા. જેમ કે, ઉમરગામ તાલુકામાં જેટી બનાવવાની માંગ પૂર્ણ ન થતા માછીમારોએ સામૂહિક મતદાનનો બહિષ્‍કાર કર્યો હતો. આ સિવાય થોડા મતદારો વેરાવળ અને ઓખા બંદરે નોકરી માટે ગયા હતા અને અમુક કંપનીઓમાં મતદાનના દિવસે રજા આપવામાં આવી ન હતી. કેટલાક મતદારો બીજા વિસ્‍તારમાં રહેવા ગયા હતા પરંતુ તેમના ઘર આ જ વિસ્‍તારમાં હતા. કેટલાક મતદાર ભાડૂઆત પણ હતા. કેટલાક લોકો સ્‍થળાંતર બાદ નામ કમી કરાવતા નથી. યુવા મતદારો અભ્‍યાસ અર્થે બહાર ગામ હતા. સમરસ ગામમાં મતદારોમાં જાગૃતિનો અભાવ અનેરેલવે કોલોનીના મતદારો નિવૃત્ત થયા બાદ સ્‍થળાંતર થઈ જાય છે પરંતુ મતદાર યાદીમાંથી નામ કમી કરાવતા નથી જેવા અનેકવિધ કારણો બહાર આવ્‍યા હતા. જેને આધારે મતદાન જાગૃતિ માટે માઈક્રો પ્‍લાનિંગ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે વલસાડ જિલ્લા સ્‍વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ જણાવ્‍યું કે, મતદાનના દિવસે કામદારો વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ડુંગરીની બાલાજી કંપની અને અતુલ કંપની સહિતની વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્‍યા છે. આ સિવાય અન્‍ય કંપનીઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્‍યા હતા. જેમાં કામદારોને પોતાના મતાધિકારનું મહત્‍વ સમજાવાયું હતું. લીલાપોર આઈટીઆઈ ખાતે મતદાર જાગૃતિ કેમ્‍પ, વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજ, પારનેરા પારડી ખાતે પીટીસી કોલેજ અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં યુવા મતદાર મહોત્‍સવ અંતર્ગત સ્‍વીપ એક્‍ટિવિટી હેઠળ 18 વર્ષથી ઉપરના યુવા મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્‍યા હતા. આ સિવાય શાળાઓમાં મતદાન જાગૃતિની વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવી, મતદાન જાગૃતિના ગીતો બનાવવામાં આવ્‍યા અને શાળા કોલેજોમાં તેમજ ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી સંકલ્‍પ પત્રોનું વિતરણ કરવામાંઆવ્‍યું હતું.
સ્‍વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાએ વધુમાં જણાવ્‍યું કે, દરેક તાલુકા કક્ષાએ તાલુકા નોડલની નિમણૂક કરવામાં આવી અને તેઓને પોતાના મતદાન મથક પર પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી તા.26 માર્ચ 2024ના રોજ વલસાડના રાષ્‍ટ્રીય અંધજન મંડળ સંસ્‍થા ખાતે 21 પ્રકારની દિવ્‍યાંગતા ધરાવતા મતદારોને પ્રેરિત કરવા માટે સવારે 11 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment