Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

તાલુકાના બલીઠા, નામધા, છીરી, છરવાડા અને પાલિકા વિસ્‍તચારમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા ચૂંટણી સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લામાં રાજકારણનો દોર ચાલુ થઈ ચૂક્‍યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્‍ચે ચૂંટણી જંગ આરંભાઈ ચૂક્‍યો છે. બન્ને ઉમેદવાર છેલ્લા બે દિવસથી વાપી-ઉમરગામ વિસ્‍તારમાં ચૂંટણી સભાઓ અને પ્રચાર જોરશોરથી શરૂ થઈ ચૂક્‍યો છે તે અનુસાર જિલ્લા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સોમવારે આખો દિવસ વાપી વિસ્‍તારમાં ઠેર ઠેર ચૂંટણી સભાઓ યોજી હતી.
વાપીમાં કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્‍યા છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો વાપી સિનિયર સિટીઝન હોલમાં અભિવાદન સમારોહ કોંગ્રેસ દ્વારા આયોજન કરાયો હતો. સમારંભને સંબોધન કરતા અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, રોડ અને પુલ બનાવવાને વિકાસ કહેવાતો નથી. સામાન્‍ય નાગરિકોપ્રાથમિક સુવિધા-આરોગ્‍ય-રોજગારની વિકરાળ સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે તેવું જણાવી ભાજપ શાસન અને સરકારને આડે હાથે લીધા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ, મિનેશ દેસાઈ, પીરૂ મકરાણી, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. આપ અને કોંગ્રેસ દ્વારા વાપી નગરપાલિકા વિસ્‍તારની સાથે સાથે બલીઠા, નામધા, છીરી, છરવાડા વિસ્‍તારમાં નાની મોટી ચૂંટણી સભાઓ યોજી કોંગ્રેસને જીતાડવા મતદારોને અપીલ કરવામાં આવી હતી. અનંત પટેલે જણાવ્‍યું હતું કે, ગત ચૂંટણીમાં આપને દોઢ લાખ ઉપરાંત મતો મળ્‍યા હતા એ મતો કોંગ્રેસને મળશે એટલે જીત નક્કી છે. ભાજપની રૂા.5 લાખથી જીતના દાવાનો જવાબ પરિણામ આપી દેશે.

Related posts

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment