December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

આદિવાસી ભવનમાંકોમ્‍પ્‍યુટર ક્‍લાસિસ શરૂ કરવા સાથે વિવિધ દુકાનો સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને તેમની પ્રોડક્‍ટના વેચાણ માટે આપવા પણ આયોજન

સેલવાસ આદિવાસી ભવન ઉપર વર્ષોથી ચાલી રહેલા એક જ પરિવારના રાજ અને કબ્‍જા સામે પ્રશાસનની સખત નારાજગીઃ સમસ્‍ત આદિવાસી સમાજને સેલવાસ આદિવાસી ભવનના માલિક બનાવવા નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે આવતા દિવસોમાં સેલવાસના આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, 20 પંચાયતોમાંથી નવયુવાનો અને અનુભવી આદિવાસીઓના હાથમાં આદિવાસી ભવનનું સંચાલન સુપ્રત કરાશે.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે આદિવાસી સમુદાયને ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ મિલકત તમારી છે, તમારા માટે છે, આ મિલકતનો ભરપુર ઉપયોગ કરજો. તેમણે આદિવાસી ભવનમાં કોમ્‍પ્‍યુટર ક્‍લાસિસ શરૂ કરવાની યોજનાની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આદિવાસી ભવનમાં દાદરા નગર હવેલીની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને સિવણ વર્ક, ગુંથણ, ભરતકામ જેવા કામો કરવા અને પોતાનો માલ વેચવા દુકાન આપવાના આયોજનની પણ જાણકારી આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીનાઆદિવાસી સમાજના દિકરા-દિકરીઓના લગ્ન માટે આદિવાસી ભવન ફક્‍ત રૂપિયા 100, 200 કે પ00ના ખર્ચથી આપી ડેસ્‍ટિનેશન વેડિંગનો શોખ પુરો કરી શકવાની સમજણ પણ આપી હતી.
અત્રે યાદ રહે કે, ભૂતકાળમાં આદિવાસી ભવનનું સંચાલન બિન આદિવાસી દ્વારા કરાતું હતું. આદિવાસી ભવનના મેનેજર તરીકે મોટા ભાગે બિન આદિવાસી વ્‍યક્‍તિની પસંદગી કરવામાં આવતી હતી અને આદિવાસી ભવન ઉપર ફક્‍ત એક પરિવારનું રાજ હતું તેની જગ્‍યાએ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીના સમસ્‍ત આદિવાસી સમાજને આદિવાસી ભવનના માલિક બનાવવાનો પણ આડકતરો સંકેત આપ્‍યો હતો.

Related posts

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ રાજ્‍યમંત્રી રામદાસ આઠવલે દીવની મુલાકાતે

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા રૂા.3 કરોડ સુધી લોન સહાય અપાશે

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

Leave a Comment