June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

15 ઉમેદવારોની પેનલમાંથી 14 ઉમેદવારો વિજેતા બન્‍યા હતા જ્‍યારે એક ઉમેદવારને માત્ર 1 વોટના નજીવા માર્જિનથી હાર સહન કરવા પડી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન શાંતિપૂર્ણ અને મિત્રતાભર્યા વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામમાં અપેક્ષા મુજબ ચિત્ર સામે આવ્‍યું હતું. યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમના 15 ઉમેદવારમાંથી 14 ઉમેદવારનો વિજય થવા પામ્‍યો હતો જ્‍યારે પેનલમાંથી શ્રી જૈન નિલેશની માત્ર 1 વોટના નજીવા માર્જિનથી હાર થવા પામી હતી. જાહેર થયેલા પરિણામમાં યુવાઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમના માર્ગદર્શક અને ચૂંટણી પ્રચારના રણનીતિકાર અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી સર્વોપરીતા સાબિત કરવામાં સફળ થયા છે. શ્રી ઈશ્વરભાઈ બારીએ અમલમાં મૂકેલી રણનીતિ સામે હરિફ બંને પેનલે શરણાગતિ સ્‍વીકારી લીધી હતી.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને પરિણામ જાહેર થવા પહેલા મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવાર અને એમના સમર્થકો અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી અને ઈન્‍ડસ્‍ટ્રીઝના હિતમાં કામ કરતા ઉદ્યોગપતિઓ સમક્ષ ચૂંટણી જંગમાં ઉતરેલા તમામ ઉમેદવારો અને એમના સમર્થકો એકત્રિત થઈ સંકલ્‍પ કર્યો હતો. અને જાહેરાત કરી હતી કે પરિણામ કોઈપણ પક્ષની તરફદારીમાં આવે એની પરવા કર્યા વગર તમામ ઉદ્યોગપતિઓએ એક મંચ પર રહી ભવિષ્‍યમાં ઉદ્યોગોના હિતમાં કામ કરવાનું નક્કી કર્યું હતું.
આ પહેલા સવારથી સાંજના પાંચ કલાક સુધી ચાલેલી મતદાન પ્રક્રિયામાં 716 મતદારોમાંથી 649 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 12 વોટ રદ થવા પામ્‍યા હતા અને 637 મતોની સંખ્‍યા વચ્‍ચે ગણતરી હાથ ધરવા પામી હતી. જેમાં જાહેર થયેલા પરિણામ મુજબ વિજેતા ઉમેદવાર તરીકે 1. શ્રી દિપકભાઈ ગુપ્તા 2. શ્રી નરેશભાઈ બન્‍થીયા 3. શ્રી કેતનભાઈ રાજાની 4. શ્રી ભગવાનભાઈ ભરવાડ 5. શ્રીકેયુરભાઈ ભટ્ટ 6. શ્રી નીતિનભાઈ હીરાની 7. શ્રી પ્રવીણભાઈ જૈન 8. શ્રી અમૃતભાઈ પટેલ 9. શ્રી આશિષભાઈ શાહ 10. શ્રી પ્રશાંતભાઈ થમન 11. શ્રી સર્વાનંન દેનાર 12. શ્રી વિપુલભાઈ પંચાલ 13. શ્રી તાહીરભાઈ વોરા 14. શ્રી મેહુલભાઈ શાહ અને 15. શ્રી કેતનભાઈ પંચાલને વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

દમણમાં રાષ્‍ટ્રીય રમત દિવસની કરાયેલી ઉજવણી: લગોરી, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ સહિત વિવિધ રમતોનું કરાયેલું આયોજન

vartmanpravah

નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

Leave a Comment