December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવારોના બેંક એકાઉન્‍ટ ખોલવા બેંકના પ્રતિનિધિઓને આપવામાં આવી વિસ્‍તૃત સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી ટી. અરૂણના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશની 26 બેંકોના પ્રતિનિધિઓ સાથે એક બેઠકનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંયુક્‍ત ચૂંટણી અધિકારી શ્રી આશિષ મોહન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી ટી. અરૂણે દરેક બેંકના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી 2024ની બાબતમાં માહિતગાર કરાયા હતા. તેમણે બેંકના દરેક પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે, લોકસભા ચૂંટણીના ઉમેદવારોને કોઈપણ પ્રકારની પરેશાની વગર બેંક ખાતા ખોલવાની સુવિધા પ્રદાન કરવી પડશે. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈપણ બેંકે ઉમેદવારનું ખાતુ ઉમેદવારના નામ ઉપર અથવા તેમના એજન્‍ટના નામ ઉપર ખોલવાનું રહેશે. ઉમેદવારના કોઈ પરિવાર કે સભ્‍યના નામ ઉપર આ ખાતુ ખોલવું નહીં. આ ખાતુ ફક્‍ત અને ફક્‍ત ચૂંટણી માટે જ રહેશે. તેમણે જણાવ્‍યું હતું કે, ફક્‍ત 10 હજાર રૂપિયા સુધીની લેણદેણ રોકડમાં કરી શકાશે, તેના ઉપરની ચુકવણી એન.આઈ.એફ.ટી./આર.ટી.જી.એસ. અથવા ચેકના માધ્‍યમથી કરાશે. કોઈપણ સંદિગ્‍ધ લેણદેણની બાબતમાં બેંકોએ કલેક્‍ટર/રિટર્નિંગ ઓફિસરને સુચના આપવી પડશે. રૂા.10 લાખથી વધુની લેણદેણની સુચના બેંકે ઈન્‍કમ ટેક્ષ, નોડલ એજન્‍સીને આપવાની રહેશે અને દરેક પાસે લોકસભા ચૂંટણીમાં સહયોગ અને ભાગીદારીની અપેક્ષા પ્રગટ કરવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્‍માતની ફરીયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment