January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના સંદર્ભમાં સેલવાસ ખાતે કાર્યક્રમ સ્‍થળ તથા અન્‍ય જગ્‍યાઓનું નિરીક્ષણ કરી તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દાદરા નગર હવેલીના સાયલી ખાતે નમો મેડિકલ કોલેજના ઉદ્‌ઘાટન અને અન્‍ય પ્રકલ્‍પોના આરંભ તથા ભૂમિપૂજન માટે આવી રહ્યા છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નમો મેડિકલ કોલેજનું પણ નિરીક્ષણ કર્યું હતું અને તૈયારીની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્‍યવસ્‍થા નહીં સર્જાય અને ગોઠવણી પ્રમાણેકાર્યક્રમનું વ્‍યવસ્‍થિત આયોજન થાય તે પ્રમાણે તકેદારી લેવા પણ સંબંધિત જવાબદારોને દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
આજે સેલવાસ મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીની સાથે સલાહકાર શ્રી અમિત સિંગલા(આઈ.એ.એસ.), દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને એસ.પી. સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

Leave a Comment