સરીગામ બાયપાસ માર્ગ બિરસા મુંડા ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી પ્રારંભ કરેલા તાલુકાના પ્રવાસમાં 1પ જેટલા સ્થળોએ હાજરી આપી કાર્યકર્તા અને મતદારો સાથે કરેલો સંપર્ક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: વલસાડ-ડાંગ બેઠકના ઉમેદવાર અને આદિવાસીના યુવા નેતા તેમજ વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલે આજરોજ ઉમરગામ તાલુકામાં પ્રચાર માટે કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી હતી. વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલની રાહબરી અને ઉમરગામ તાલુકા પ્રમુખ શ્રી ફુલજીભાઈ પટેલની આગેવાની હેઠળ કાર્યકર્તાઓની ટીમ સાથે બિરસા મુંડા આદિવાસીના ભગવાનની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સરીગામ ખાતેથી બેઠક દોરનો પ્રારંભ કર્યો હતો. ઉમરગામ તાલુકામાં 15 જેટલા સ્થળોએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી મતદારો સાથે સંપર્ક કરી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ શ્રી શકુરભાઈ, શ્રી ઈજ્જુભાઈ શેખ, શ્રી ધીરુભાઈ ધોડી, શ્રી ભરતભાઈ ધોડી, શ્રી ઠાકોરભાઈ, શ્રી મનોજભાઈ દુબળા, શ્રી ઈસ્માઈલ વોરા, શ્રી મનોજભાઈ કંસારા, શ્રી તિલકગિરી, શ્રી પ્રિતેશ દુબળા, શ્રી મુખ્તાર અબુબક્કર, શ્રી સુલતાન, શ્રીપરિમલ માહુલી, શ્રી નવીનભાઈ માછી, શ્રી યોગેશભાઈ મારકર, શ્રી વિનુભાઈ, શ્રી ચિન્ટુભાઈ દુબળા, શ્રી બંકિમ ડેલકર, શ્રી મુકેશભાઈ, શ્રી જયેશભાઈ બરફ, શ્રી હસમુખભાઈ રયાત, શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ કે. પટેલ સહિતના કાર્યકર્તાઓએ એમના વિસ્તારમાં બેઠકો ગોઠવી મતદારો સાથે સંપર્ક કરાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શ્રી ફુલજીભાઈ પટેલ, આગેવાનશ્રી અશોકભાઈ ધોડી સહિતના આગેવાનો બેઠક દોર દરમિયાન હાજર રહ્યા હતા.