Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

હોટલવાળાઓએ કેબીનમાં ફસાયેલ ડ્રાઈવરને બચાવી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. નિરંતર અકસ્‍માતો થતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત ગુરુવારે રાતે સર્જાયો હતો. હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપો ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી.
સેલવાસ કંપનીમાંથી પાઈપો ભરી અમદાવાદ જઈ રહેલી ટ્રક નં.ડી.એન.09 એમ 9765 ગુંદલાવ હાઈવે ઓવરબ્રિજ ગુરૂવારે રાતે પસાર થતી હતી તેદરમિયાન ગફલત ભરેલ ડ્રાઈવિંગ કરતી કાર ટ્રક સામે આવી ગઈ હતી. કારને બચાવવા જતા ટ્રક પલટી મારી ગઈ હતી. રોડ ઉપર પાઈપો વેરાતા ટ્રાફિક અવર જવર બંધ થઈ હતી. આજુબાજુના હોટલવાળા તુરંત દોડી આવ્‍યા હતા. ટ્રકની કેબીનમાં ફસાયેલ ઘાયલ ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્‍યો હતો. પોલીસે બે ક્રેઈનની મદદથી ટ્રકને સીધી કરી તેમજ અન્‍ય એક ટ્રકમાં પાઈપો ભરીને રોડ ટ્રાફિક અવરજવર ચાલું કરાવી હતી.

Related posts

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં નાની દમણ કચીગામ ખાતેના સચિવાલયના સભાખંડમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે કરેલી બેઠક

vartmanpravah

સેલવાસ અને દમણમાં બિપરજોય વાવાઝોડાંની અસરઃ સાંજના સમયે વરસેલો વરસાદ

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

Leave a Comment