December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામાત હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા વૃધ્‍ધ ઉપર ટેમ્‍પો ફરીવળતા ઘટના સ્‍થળે મોત

અબ્રામા વાવ ફળીયામાં રહેતા વૃધ્‍ધનું મોત : ટેમ્‍પો ચાલક આગળ દોડી બાદમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ હાઈવે ઉપર છેલ્લા 24 કલાકમાં બે ગંભીર અકસ્‍માત સર્જાયા હતા. અબ્રામા પાસે રોડ ક્રોસ કરી રહેલ વૃધ્‍ધ ઉપર ટેમ્‍પો ફરી વળતા વૃધ્‍ધનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્‍યું હતું.
અબ્રામા વાવ ફળીયામાં રહેતા રમેશભાઈ રામાભાઈ વારલી સબંધીને મળીને ઘરે આવી રહ્યા હતા. હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે ગીરીરાજ હોટલ સામે ટેમ્‍પો નં.જીજે 15 યુ 2747ના ચાલકે રોડ પસાર કરી રહેલ રમેશભાઈને અડફેટે લીધા હતા. ગંભીર અકસ્‍માતમાં વૃધ્‍ધનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યુંહતું. અકસ્‍માત કરી ટેમ્‍પો ડ્રાઈવર ટેમ્‍પો દોડાવી થોડે દૂર રામદેવ ધાબા પાસે ટેમ્‍પો પાર્ક કર્યો હતો. બાદ ડ્રાઈવર પોલીસ સ્‍ટેશનમાં હાજર થતા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી લાશને પી.એમ. માટે સિવિલમાં મોકલી આપી હતી. ટેમ્‍પો ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

મહારાષ્‍ટ્ર વિધાનીસભાની ચૂંટણીના પગલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દારૂબંધી

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

Leave a Comment