Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

વરસાદ પડતો હતો ત્‍યારે નશામાં ધૂત યુવક મહિલાને ઘરમાં ખેંચી ગયો હતો: પીડિતાએ બૂમો પાડતા મહિલાઓએ દોડી આવી યુવકને પકડી મેથીપાક ચખાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડના ધરમપુર રોડ પર આવેલા વિસ્‍તારમાં રહેતી મોટી બહેનના ઘરે 40 વર્ષીય નાની બહેન થોડા દિવસ માટે રહેવા આવી હતી. આજે વરસાદ પડતો હોવાથી મહિલા બહાર ઊભી હતી. તે દરમિયાન ગામનો 30 વર્ષીય એક ઈસમ નશાની હાલતમાં ત્‍યાંથી પસાર થતો હતો. ત્‍યારે મહિલાની એકલતાનો લાભ લઈ તેણીને બળજબરીપૂર્વક ઘરમાં ખેંચી જઈ છેડતી કરવાની કોશિશ કરી હતી. જેથી તેણીએ બૂમો પાડતા આજુબાજુની બહેનોએ દોડી આવી મહિલાનો બચાવ કર્યો હતો. અગાઉ પણ આ શખ્‍સે અન્‍ય મહિલાઓ સાથે પણ આવી કોશિશ કરી હોવાનું બહાર આવ્‍યું હતું. બાદમાં પીડિતાએ 181 ટીમને બોલાવી હતી. અભયમની ટીમ આવે તે પહેલા છેડતી કરનાર શખ્‍સે ભાગવાની કોશિશ કરી હતી પરંતુ બધી મહિલાઓએ નરાધમને પકડીને મેથીપાક ચખાડ્‍યો હતો. 181ની ટીમે 30 વર્ષીય યુવકને સમજાવવાની કોશિશ કરી એમના પરિવારને પણ જાણ કરી હતી પરંતુ પરિવાજનોએ પણ આવવા માટે ના પાડીહતી. જેથી ગામના લોકોએ અને પીડિતાએ કાર્યવાહી કરવા જણાવતા 181 ટીમે કાયદાકીય માહિતી આપી હતી. જેથી સિટી પોલીસ સ્‍ટેશન જઈ અરજી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્‍યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ પર જતા અરજદારો અટવાયા

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

પારડીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment