(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણ સિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘પ્રદેશ બેઠક’ યોજાઈ હતી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, વલસાડ જિલ્લામાંથી પ્રદેશ ઉપ પ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ વલસાડ જિલ્લા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.