Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકામાં બુધવારની વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસતા સવારે આઠેક વાગ્‍યાના અરસામાં આક્રમક મૂડમાં આવતા બે કલાકમાં બે ઈંચ ત્‍યારબાદ 1.60 ઈંચ અને 0.88 ઈંચ મળી છ કલાકમાં જ સાડા ચાર ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગ વચ્‍ચે ચીખલીમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર થાલા, સમરોલી સહિતના વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જુના વલસાડ રોડ, ચીખલી-રાનકુવા માર્ગ પર પણ ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્‍કેલી વધી હતી. તાલુકામાં ધોધમાર વરસાદ દરમ્‍યાન વિઝીબિલિટી પણ ઘટતા વાહન ચાલકોએ હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.
જોકે બપોર બાદ તાલુકામાં વરસાદનું જોર ઘટયું હતું. પરંતુ તે પૂર્વેના મુશળધાર વરસાદને પગલે તાલુકા મથક ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી પરના ગોલવાડ અને તલાવચોરા સ્‍થિત પુલ ઉપરથી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટીમાં વધારો થવા પામ્‍યો હતો. વરસાદ વચ્‍ચે તાલુકાના કાંગવઇ ગામે નાના ફળીયામાં વડનું ઝાડ ઉખડીને ધરાશયી થયુંહતું.
તાલુકામાં વરસાદના પાણી ફરી વળતા સોલધરા-નાયકીવાડ રોડ, સાદકપોર ટેકરા ફળીયા તલાવચોરા રોડ, તલાવચોરા ડેન્‍સા ફળીયા તેજલાવ રોડ, રૂમલા-નડગધરી રોડ, માંડવખડક ગામનો એક આંતરિક રોડ સહિત પાંચ જેટલા માર્ગો પરનો વાહન વ્‍યવહાર થંભી ગયો હતો.
ચીખલીના મજીગામ ગોથીનાથ સોસાયટીના પાંચ જેટલા ઘરોમાં પાણી ભરાતા આ પરિવારોની મુશ્‍કેલી વધી હતી. થોડા દિવસ પૂર્વે ગોપીનાથ સોસાયટીના રહીશો દ્વારા તેઓના ઘરની પાછળ લાગુ જમીન માલિક દ્વારા મસમોટો ખાડો ખોદવામાં આવેલ હોય જેના કારણે ઘરમાં પાણી ભરાતા હોવાની લેખિત રજૂઆત પ્રાંત સહિતના ઉચ્‍ચ અધિકારીઓને કરવામાં આવી હતી. આ દરમ્‍યાન આજે મુશળધાર વરસાદ વચ્‍ચે ફરી પાણી ઘરોમાં ભરાતા પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીનું ધ્‍યાન દોરવામાં આવતા તલાટીને સાથે રાખી નાયબ મામલતદાર દિવ્‍યેશભાઈ, ભાવેશભાઈ તાલુકા પંચાયતના યશવંતભાઈ સહિતનાઓએ સ્‍થળ મુલાકાત કરી કાર્યવાહી માટે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપી હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે જમીન માલિકને નોટિસ આપી સંતોષ માનવના સ્‍થાને ઘરોમાં પાણી ન ભરાઈ તે માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરાઈ તે જરૂરી છે.
તાલુકામાં બુધવારની સાંજે ચાર વાગ્‍યે પુરા થતા ચોવીસકલાકમાં 4.64 ઈંચ સાથે સિઝનનો કુલ વરસાદ 38.16 ઈંચ નોંધાવા પામ્‍યો છે.

Related posts

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

Leave a Comment