Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ધરમપુર અને એની આજુબાજુનાં વિસ્‍તારોમાં હોળીનાં તહેવારનું અનેરું મહત્‍વ છે. ધાર્મિક મહત્‍વતાની સાથે સમાજને સંગઠિત કરવામાં પણ હોળીનો તહેવારનું ખૂબ મહત્‍વ છે. ધરમપુર નગરમાં વિવિધ વિસ્‍તારોમાં વર્ષોથી હોળીનાં બીજા દિવસ એટલે કે ધૂળેટીનાં દિવસથી પાંચમ સુધી પાંચ દિવસ રોજ રાત્રે ફળિયામાં હોળી કાંઠે સાથે ભોજન બનાવી ફળિયાનાં દરેક ઘરનાં બધા જ લોકો એક સાથે બેસી ભોજન કરે છે, વિવિધ રમતો રમે છે અને પાંચ દિવસ હોળીનો જલસો થાય છે, રાજા રજવાડાનાં સમયથી ચાલી આવેલી આ પરંપરા ધરમપુરનાં દસોંદી ફળિયામાં આજે પણ જીવંત છે. પણ વર્ષો પહેલા રમાતી પારંપરિક રમત આટયા પાટયા જેને અહિયાંનાં લોકો હીરપાટા તરીકે જાણે છે એ રમત વર્ષોથી લુપ્ત થઈ ગઈ હતી. આ એક પરંપરાગત ભારતીય ટેગ રમત છે જે નવ ખેલાડીઓની બે ટીમ દ્વારા રમવામાં આવે છે. આ રમત ભારતના ગ્રામીણ વિસ્‍તારોમાં ખૂબ લોકપ્રિય હતી અને હજી પણકર્ણાટક, મહારાષ્‍ટ્ર અને તમીલનાડુનાં અમુક ગામોમાં રમાય છે. મુખ્‍યત્‍વે આ રમત મહારાષ્‍ટ્રમાં વધુ રમાઈ છે, બીજી સ્‍વદેશી રમતોની જેમ આ રમતની ખાસિયત એ છે કે આમાં કોઈ સાધનની જરૂર પડતી નથી.
આ રમતનો ઈતિહાસ જોઈએ તો સદીઓ પહેલા ચોલ વંશના સૈનિકો દ્વારા લડાઈ પ્રેક્‍ટિસ તરીકે આ રમત રમાતી હતી, ત્‍યાં થી લઈ ગુજરાતનાં ધરમપુર સુધી આ રમત પહોંચી અને વર્ષોથી આપણા વિસ્‍તારમાં રમાતી હતી પણ હાલે આ રમત તદ્દન લુપ્ત થઈ ગઈ હતી, પરંતુ દસોંદી ફળિયાનાં વડીલોએ હોળીનાં સમયે આ રમતને યાદ કરી તેમજ આજની યુવા પેઢીને પણ શીખવાડી અને હોળી કાંઠે બધા સાથે મળી રમ્‍યા. અને ફળિયાનાં વડીલોએ એમનાં જૂનાં સંસ્‍મરણો યાદ કર્યા હતા, નવયુવાનોએ પણ ખૂબ ઉત્‍સાહથી રમતમાં ભાગ લીધો હતો અને આમ એક પેઢીએ બીજી પેઢીને આ પરંપરાગત રમતનો વારસો સોંપ્‍યો, રમત જોવા માટે પણ ખૂબ મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.

Related posts

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડાનું વિતરણ કરાયું

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

Leave a Comment