Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપીસેલવાસ

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

  • બુધવારે ધરમપુર, કપરાડામાં અતિશય વરસાદ બાદ ગુરુવારે વાપી વિસ્‍તારમાં મેઘરાજા મહેરબાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપી સહિત વલસાડજિલ્લામાં આજે ગુરુવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્‍યારે આશંકા મુજબ નવરાત્રીના ઉત્‍સવમાં મેઘરાજા રંગમાં ભંગ નહિ પાડે તો સારૂ! પરંતુ આજે એવું જ થયું નવરાત્રીના પ્રથમ દિવસે જ વાપી વિસ્‍તારમાં સાંજના સુમારે અચાનક ગાજવીજ સાથે એન્‍ટ્રી કરતા નવરાત્રી રમવા થનગનતા યુવા હૈયાઓના રંગમાં ભંગ પડયાની ચિંતા પ્રસરેલી જોવા મળી હતી.
ચાલુ વર્ષના ચોમાસાની લગભગ વિદાય થઈ ચૂકી હતી. છેલ્લા સપ્તાહથી વલસાડ જિલ્લામાં ઉઘાડ કાઢયો હતો. સૂર્ય નારાયણના દર્શન સાથે તડકાનું આગમન થઈ જતા વાતાવરણમાં ગરમીનો માહોલ છવાઈ ગયેલો નઝારો જોવા મળી રહ્યો હતો. ત્‍યાં આજે ગુરુવારે વાપી વિસ્‍તારમાં સાંજના સુમારે ગાજવીજ સાથે ફરી મેઘરાજાની એન્‍ટ્રી થઈ હતી. તે જોતા નવરાત્રી પર્વના પ્રારંભે જ અમી છાંટણી જેવા વરસેલા વરસાદે ખેલૈયાનો મૂડ ઓફ કરી દીધો હતો. છતાં પણ સરકારે છૂટછાટ આપી છે ત્‍યારે યુવા હૈયા ભીંજાતા ભીંજાતા પણ નવરાત્રીમાં થનગનશે એ ચોક્કસ છે.

Related posts

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

vartmanpravah

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા દેવકા ઈકોપાર્ક ખાતે 69મા ‘વન્‍યજીવ સપ્તાહ-2023’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકળ સલવાવમાં દિવાળી શુભેચ્‍છા મિટિંગ યોજાઈ

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment