July 12, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અત્રેની ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્‍ફ હેલ્‍પ ફોરમ અંતર્ગત અઠવાડિક શિક્ષકોની ઉજવણીના ભાગરૂપે કોલેજના સેમિનાર હોલમાં વાપી અને આસપાસના વિદ્યાર્થીઓ સીએસ ક્ષેત્રમાં ઉજવળ કારકિર્દી બનાવી શકે તે હેતુથી ‘‘સ્‍ટુડન્‍ટ ડેવલોપમેન્‍ટ પ્રોગ્રામ ઓન કેરીયર ઈન કંપની સેક્રેટરી”ના થીમ હેઠળ એક દિવસીય સેમિનારનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં કોલેજના મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્‍ય વક્‍તા તરીકે હાજર રહેલ સી.એસ. વિરલ જોષી મેડમે વિદ્યાર્થીઓને સી.એસ. વિષે સંપૂર્ણ માહિતગાર કરીને સીએસના પ્રવેશથી લઈને પરીક્ષા પદ્ધતિ, પાસીંગ માર્ક્‍સ તેમજ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવાની વગેરે તમામ બાબતો ખુબજ ઊંડાણથી માર્ગદર્શન આપી સીએસ ક્ષેત્રમાં રહેલ ઉજવળ ભવિષ્‍યની તકોથી પણ માહિતગાર કર્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ સવાલ પૂછીને પોતાની મૂંઝવણ દૂર કરી હતી. સેમિનારનું આયોજન તેમજ સંચાલન સેલ્‍ફ હેલ્‍પ ફોરમના કો-ઓર્ડીનેટર ડૉ.દીપક સાંકી તેમજ સહાયકો ડૉ.યતીન વ્‍યાસ, ડૉ.ક્રિષ્‍ના રાજપૂત અને કુમારી રિઆ દેસાઈના સહકારથી થયું હતું. આમ સેમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે સેમિનારના વક્‍તા, સેલ્‍ફ હેલ્‍પ ફોરમ, વિદ્યાર્થી મિત્રો, સ્‍ટાફ ગણનો આભાર માની સીએસ ક્ષેત્રમાં વાપી અને આસપાસના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે તે માટે માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્‍સાહિત કરવા માટે આહવાન આપ્‍યું હતું.

Related posts

સેલવાસઃ ‘આદિવાસી ભવન’ના ભાડાથી છેલ્લા 20 વર્ષમાં રૂા.52 કરોડ 80 લાખથી ડેલકર પરિવારે કરેલો પોતાનો વિકાસઃ યુવા નેતા સની ભીમરાનો ઘટસ્‍ફોટ

vartmanpravah

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment