September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

સોસાયટી રજીસ્‍ટર એક્‍ટ 1860 હેઠળ નોંધાયેલ મંડળીઓની મુંબઈ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ 1950 હેઠળ ટ્રસ્‍ટ તરીકે નોંધણી કરાવવા ચેરિટી કમિશનર ગુજરાત રાજ્‍ય અમદાવાદદ્વારા પરિપત્ર ક્રમાંક 7/2004 અને પરિપત્ર ક્રમાંક 13/2017 દ્વારા ચુસ્‍ત પાલન કરવા સાથે જણાવવામાં આવ્‍યું હતું. આ પરિપત્રના ઉલ્લંઘન બદલ કાર્યવાહીનો સામનો કરી રહેલી એસઆઈએ કાયદાની પરિધમાં આવવા નિર્ણય લેવાનો અધિકારો માટે પૂર્વ પ્રમુખોની કોર કમિટીની રચના કરવાની ચાલુ કરેલી તજવીજ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને 2004માં બેલેન્‍સશીટમાં ખોટી રીતે બતાવેલી રૂ.6500 એજીએમ ખર્ચ ની વિગત માટે તાત્‍કાલિન હોદ્દેદારો પ્રમુખશ્રી કિરીટભાઈ મહેતા, સેક્રેટરીશ્રી જે કે રાય અને ટ્રેઝરરશ્રી રાજેન્‍દ્રસિંહ જાડેજાએ કોર્ટ કમિશનના માધ્‍યમથી ચાલુ થયેલી તપાસનો સામનો કર્યો હતો. હવે છેલ્લા ત્રણ વર્ષની એસઆઈએની બેલેન્‍સશીટ જોતા એવી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવવાની શકયતાથી કોર કમિટી માટે રસ્‍તો આસાન નહીં રહે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન હાલમાં કાયદાની આટીઘૂંટીમાંથી પસાર થઈ રહ્યું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. 1 એપ્રિલે વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને એમની ટીમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને નિયમ મુજબ સમરસના માધ્‍યમથી નિયુક્‍ત થયેલા નવા પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની અને એમની ટીમનો કાર્યકાળ ચાલુ થવાજોઈએ પરંતુ આવનારુ ચિત્ર સ્‍પષ્ટ નથી.
એસઆઈએ સોસાયટી રજીસ્‍ટ્રર એકટ હેઠળ નોંધાયેલ છે જેનો નોંધણી નંબર ઞ્ચષ/223/રર્ુીશ્રર્તીફુ ફુદ્દ.17/4/89 છે. જેમાં નોંધણી થયેલા મેમ્‍બરો આજે પણ કાર્યરત છે અર્થાત એસઆઈએ ફેરફાર રિપોર્ટ રજૂ કરેલ નહીં હોવાનું સાબિત થાય છે. નિયમના પરિધમાં રહીને એસઆઈએને કાર્યરત કરવામાં કેમ રસ ન રહ્યો એ તપાસમાં વિષય છે. હાલમાં એસઆઈએની પૂર્ણ થયેલી ચૂંટણીમાં કયા બાયલોઝના નિયમનું પાલન કરવામાં આવ્‍યું એની સ્‍પષ્ટતા કરવામાં સ્‍ક્રુતિનીના સભ્‍યો નિષ્‍ફળ જતા દેખાઈ રહ્યા છે. સ્‍ક્રુતિનીના ચેરમેનશ્રી એ રજૂ કરેલું બાયોલોઝ મુજબ ચૂંટણી પ્રક્રિયા 30 જુનથી થવી જોઈએ એવું જણાઈ આવે છે. તો હાલમાં ચૂંટણી પ્રક્રિયા પ્રોપર વેમાં નહીં હોય તો આ કોના દબાણ વસ ચૂંટણીને પૂર્ણ થયાની જાહેરાત કરી એ પણ એક સવાલ સામે આવી રહ્યો છે. એસઆઈએમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, નવા ચૂંટાયેલા એક્‍ઝિકયુટિવ મેમ્‍બરો અને પૂર્વ પ્રમુખો વચ્‍ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. જેમાં પ્રમુખ તરીકે શ્રી કમલેશભાઈ ભટ્ટની વધેલી માયા અને નવા નિયુક્‍ત થયેલા પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાનીની ખુરશી પર બેસવાની તલાવેલી વચ્‍ચે એસઆઈએમાં થયેલો નિયમ વિરોધના વહીવટી ભ્રષ્ટાચાર વચ્‍ચે એસઆઈએના મેમ્‍બરો મુકપ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વાપીમાં ગરદનથી માથામાં ઘૂસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્‍યું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

Leave a Comment