Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

ખેડૂતોની વાડીઓમાંથી વધી રહેલા મોટર ચોરીના બનાવો બાબતે પારડી પોલીસ અને ભંગારીયાઓ વચ્‍ચે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.23
છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના ખેડૂતોની વાડીઓમાંથી મોટર ચોરીના બનાવોની ફરિયાદ વારંવાર પારડી પોલીસ સ્‍ટેશને આવતા પારડી પોલીસ સ્‍ટેશન ના પી.આઈ. શ્રી મયુર પટેલે ભગારીયાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં મયુર પટેલે તમામ ભગારીયાઓને ચોરી ની કોઈપણ ચીજવસ્‍તુઓ ખરીદવાની મનાઈ કરવામાં આવી હતી. ચોરો ખૂબ સસ્‍તામાં ચોરેલો માલ આવા ભગારીયાઓને વેચી રોકડી કરી લેતા હોય છે ત્‍યારે પોલીસે લાલ આંખ કરી આવા ભગારીયાઓને કડક સૂચનાઓ આપી ચોરીનો માલ તો ખરીદવો નહિ પરંતુ આવી ચોરીની ચીજવસ્‍તુઓ લઈ આવનારની તમામ માહિતી તથા આવી ચીજ વસ્‍તુઓ કયાંથી લાવ્‍યો તેની તમામ માહિતી મેળવવાની રહશે અને આ ચોરીની ચીજવસ્‍તુઓ લઈ આવનારની માહિતી અન્‍ય ભગારીયાવાળાઓને પણ આપવાની રહેશે.આ ઉપરાંત દરેક ભગારની દુકાન કે ગોડાઉનમાં સી.સી. કેમેરા લગાવવાના રહેશે. જેથી આવો ચોરીનો માલ લઈ આવનારની ઓળખ થઈ શકે.
આમ વરસોથી ભગારિયાં અને આવા ચોર વચ્‍ચેવર્ષોથી માલ ખરીદ વેચાણના સંબધો રહેલા હોય જેનો અમુક હિસ્‍સો હપ્તા તરીકે અન્‍ય જગ્‍યાએ પણ જતો હોય આવા તમામ લોકોના પેટમાં તેલ રેડાયું છે અને ધંધો કેમ કરવો એની ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.પરંતુ પારડી પોલીસના તેવર અને બેઠકમાં સખ્‍તાઈથી આપેલ સુચનાને લઈ આવા લોકોના ઈરાદા બર આવશે એવું લાગતું નથી.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment