January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

ધો.10નું ભાષા હિન્‍દી, ગુજરાતી, ઉર્દુ: ધો.12 સામાન્‍ય પ્રવાહ નામાના મૂળતત્ત્વો તેમજ ધો.12 સાયન્‍સ ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14 : વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉત્‍કૃષ્‍ઠા વચ્‍ચે આજે મંગળવારે વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12 બોર્ડની જાહેર પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે બન્ને બોર્ડના કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષાના પૂર્વ દિવસ સોમવારે વિદ્યાર્થીઓએ બેઠક વ્‍યવસ્‍થા જે તે પરીક્ષા કેન્‍દ્રમાં પૂર્ણ કરી લીધા બાદ આજે ગુજરાત બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના પરીક્ષા કેન્‍દ્રમાં સવારે 9:00 કલાકે આવી પહોંચ્‍યા હતા. અનેક સ્‍કૂલોમાં શહેરના નાગરિકોએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવાની શુભેચ્‍છા સાથે પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી વિદ્યાર્થીઓને વિદાય આપી હતી. ત્‍યારે ભાવુક દૃશ્‍યો ઉભરાતા નજરાયા હતા. પરીક્ષાના પૂર્વ દિવસે જિલ્લાના ઈન્‍ચાર્જ શિક્ષણાધિકારી બી.બી. બારીયાએ વાપીના કેટલાક પરીક્ષા કેન્‍દ્રોની મુલાકાત લઈ ચકાણસી કરી હતી. જિલ્લામાં અને સંઘ પ્રદેશમાં બોર્ડની પરીક્ષામાં કોપી કેસ અટકાવવા માટે સ્‍તાનિક અને બહારની સ્‍ક્‍વોર્ડની ટીમો સતત રાઉન્‍ડ ધ ક્‍લોક જે તે પરીક્ષા કેન્‍દ્રમાં વિઝીટ લેતી જોવા મળી હતી. આજે મંગળવારે પરીક્ષાના પ્રથમ દિવસે ધો.10 ભાષા(હિન્‍દી-ગુજરાતી-ઉર્દુ)નુ પેપર હતું. જ્‍યારે ધો.12 સામાન્‍ય પ્રવાહમાં નામાના મૂળતત્ત્વો તેમજ ધો.12 સામાન્‍ય પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર વિદ્યાર્થીઓએ આપ્‍યા હતા.

Related posts

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment