October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

સી.એ. કાંતિ પટેલએ વેપારી પાસેથી 55.22 લાખની જીએસટીમાં ખોટી એન્‍ટ્રી કરી છેતરપિંડી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપીમાં સી.એ.ની ઓફીસ ધરાવતા કાંતિ પટેલ સામે અગાઉ રૂા.63.45 લાખની જીએસટીની માતબર રકમની છેતરપિંડીની નોંધાયેલ ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સી.એ. કાંતિ પટેલએ રૂપિયા 55.22 લાખના જી.એસ.ટી.ના રૂપિયાની કન્‍ટ્રકશન કંપની ચલાવતા વ્‍યવસાયી કરી છે. પ્રથમ ફરિયાદમાં આરોપી નવસારી જેલમાં છે ત્‍યાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
વાપીમાં આશિર્વાદ કન્‍ટ્રકશન નામની કંપની ચલાવતા મદનસિંહ દિલીપસિંહ નામના ફરિયાદીએ સી.એ. કાંતિભાઈ કરસનભાઈ પટેલ નામના સી.એ.એ જી.એસ.ટી.ના રૂા.55,22,598 ની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને 2023માં નોટીસ મળી હતી કે જીએસટીના નાણા ભર્યા નથી તેથી મદનસિંહ જીએસટી ઓફીસે ગયા હતા ત્‍યારે જાણકારી મળી હતી કે તેમના નાણા ભરપાઈ થયા નથી. આ પ્રકરણમાં સીએ કાંતિ પટેલએ આશિર્વાદ કન્‍ટ્રકશનના બદલે લેબહુડ એન્‍ટરપ્રાઈઝના જીએસટીનંબરના નામે ખોટા લોગીન પાસવર્ડ લઈ પરચેજની ખોટી એન્‍ટ્રી કરે ક્રેડીટ મેળવી હતી તેવી વિગતો બહાર આવતા સી.એ. વિરૂધ્‍ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

વાપી છીરી, રામનગરના વાહન-ઘરફોડ ચોરી કરનાર બે ઈસમોને જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’માં આવતી કાલે સેલવાસના હવેલી ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓના ઘોડાપૂર ઉમટશેઃ વિશાળ મેદાન પણ ટૂંકુ લાગશે

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

Leave a Comment