October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

બસ રોડના ખાડામાં પટકાતા સ્‍ટેયરીંગ ફેલ થતા બસ પલટી મારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચોમાસા દરમિયાન બેહાલ થયેલા, તૂટી ગયેલા રોડનું ચોમાસુ વિત્‍યા છતાં વહીવટી તંત્ર મરામતની કામગીરી કરી શકેલ નથી. પરિણામે અવારનવાર રોડના ખાડાઓમાં પટકાતા વાહનોના રોજેરોજ અકસ્‍માત થઈ રહ્યા છે તેવો વધુ એક અકસ્‍માત આજે બુધવારે સવારે 6 વાગ્‍યાના સુમારે વાપી-નાસિક રોડ અંભેટી સામે સર્જાયો હતો. મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની એસ.ટી. મોટા ખાડામાં બસ પટકાતા સ્‍ટેયરીંગ ફેઈલ થતાં બસ ફંગોળાઈને પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બસમાં બેઠેલા 35 જેટલામુસાફરો ચીસાચીસ-બુમાબુમ કરી દીધી હતી. અંતે ઈમરજન્‍સી બારીનો કાંચ તોડી મુસાફરોને બહાર કઢાયા હતા.
વાપી થી નાસિક જતી મહારાષ્‍ટ્ર પરિવહનની એસ.ટી. બસમાં અંભેટીમાં સર્જાયેલા અકસ્‍માતમાં આઠથી દશ મુસાફરો ઘાયલ થતા નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને 108 દ્વારા નાનાપોંઢા સરકારી દવાખાને સારવાર માટે ખસેડયા હતા. અકસ્‍માત બાદ એકઠા થયેલા સ્‍થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જહેમત કરી બહાર કાઢી સાંત્‍વના આપી હતી. અકસ્‍માતની ગંભીરતા જોતા સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

વાપી ચલા શ્રી રંગ અવધૂત કુટિર ખાતે 127મી રંગ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

ભારતીય સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી મુખ્‍યાલય નવી દિલ્‍હી ખાતેના નિર્દેશક સંદીપ રાણાએ સેલવાસ સ્‍થિત ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર અને દમણના ખેલો ઇન્‍ડિયા વોલીબોલ સેન્‍ટરની લીધેલી મુલાકાત: સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યોની કરેલી સરાહના

vartmanpravah

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ

vartmanpravah

Leave a Comment