October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપીમાં આવેલ યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે 6 જુલાઈના રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 172 યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. વાપીમાં રોટરી કલબ ઓફ વાપી અને યુપીએલ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે છેલ્લા 13 વર્ષથી વર્ષમાં એકવાર બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન ભારતીય જનતા પાર્ટીના સંસ્‍થાપક ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી ના જન્‍મ દિવસને અનુલક્ષીને ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા હેઠળ કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન કેમ્‍પનું રાજ્‍યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજીત આ રક્‍તદાન કેમ્‍પ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સંસ્‍થાપક ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જીના જન્‍મદિવસને અનુલક્ષીને ભાજપદ્વારા સેવા પખવાડિયાનું આયોજન કર્યું છે.

Related posts

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

Leave a Comment