ઘટનાની જાણ થતા ખેરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી સાધુઓને પોલીસ મથક લઈ ગઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં ઢોલુમ્બર ગામે મંગળવારની સાંજનાસમયે ત્રણ જેટલા સાધુઓ ભિક્ષા માંગવા માટે આવ્યા હતા. પરંતુ ગ્રામજનોને સાધુઓ બાળકોનું અપહરણ કરવા આવ્યા હોય એવી શંકા રાખી ત્રણ જેટલા સાધુઓને માર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે ગ્રામજનોએ આ બાબતે 100 નંબર ઉપર ફોન કરતા સ્થળ ઉપર આવેલી પોલીસે ભિક્ષા માંગવા આવેલા ત્રણ જેટલા સાધુઓને ખેરગામ પોલીસ મથેક લઈ હતી. અને બાદ ગામના સરપંચ અને આગેવાનોને બોલાવી તપાસ કરતા સાધુઓ ભિક્ષા માંગવા આવ્યા હોવાનું જણાતા મામલો થાળે પડ્યો હતો. જોકે સમગ્ર ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી.