Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ પાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઈનને સ્‍થળાંતરિત કરવા માટે આગામી તા. 01 એપ્રિલના સોમવારે સવારે 7:00 વાગ્‍યાથી મંગળવાર તા.02 એપ્રિલ સવારે 7:00 વાગ્‍યા સુધી કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણીનો પુરવઠો સીમિત પ્રમાણમાં પુરો પાડવામાં આવશે, જેથી શહેરીજનોને સૂચિત કરવામાં આવે છે કે પાણીનો ઉપયોગ સંભાળીને કરે અને સોમવાર-મંગળવારના માટે પોતાના ઘરમાં પાણી જમા કરી રાખે. સેલવાસના બાવીસા ફળિયા, પાતળીયા ફળિયા, લાયન્‍સ સ્‍કૂલની આજુબાજુનો વિસ્‍તાર, ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની, 66 કેવી રોડ આમલી, ફાયર સ્‍ટેશનની આજુબાજુના વિસ્‍તારમાં પાણીનો પુરવઠાનો પ્રવાહ ધીમો રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

Leave a Comment