Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

  • વણાંકબારા વિસ્‍તારની લોકોને રાશન અને પેન્‍શન નહીં મળવાની સામે આવેલી મુખ્‍ય સમસ્‍યા

  • 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના લાલુભાઈ પટેલને કુલ 37,597 મત મળ્‍યા હતા તેની સામે કોંગ્રેસના કેતનભાઈ પટેલને 27,655 મત મળ્‍યાહતા અને ઉમેશભાઈ પટેલને 19,938 મત મળતાં કોંગ્રેસનો બગડયો હતો ખેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ દીવના વણાંકબારાથી કર્યો હતો.
વણાંકબારાના વડિલ લોકોના આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ વિસ્‍તારના લોકોમાં મોટાભાગે રાશન અને પેન્‍શન નહીં મળવાની મુખ્‍ય સમસ્‍યા હોવાનું શ્રી ઉમેશભાઈ પટેલને જાણવા મળ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી ઉમેશભાઈ પટેલને 19,938 મતો સાથે કુલ મતના 22.8 ટકા મત મળ્‍યા હતા અને તે વખતે કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલને 27,655 મત સાથે કુલ મતના 31.6 ટકા મત મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને કુલ 37,597 મત સાથે કુલ મતના 43.00 ટકા મત મળતાં કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ સામે 9,942 મતે 2019માં ભવ્‍ય વિજય થયો હતો.

Related posts

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભવ્‍ય મશાલ રેલી યોજાઈ

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment