October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

ચેતન બાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે : પોલીસ બાપુને ઊંચકી લાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ નજીક આવેલ રાબડા ગામે ચેતન બાપુ નામનો અભણ બાપુ દરગાહ ચલાવી રહ્યો છે. બાપુએ હનુમાન જયંતિ ઉજવવાની બહાર પાડેલી જાહેર પત્રિકામાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. દર્શન કરવા પધારવાના આમંત્રણ જોગ પત્રિકાને લઈ સમસ્‍ત હિંદુ સમાજની લાગણી દુબાઈ હતી. મામલો વધુ વણશે તે પહેલા વલસાડ પોલીસ ચેતન બાપુને પોલીસસ્‍ટેશન ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્‍ટેશન દોડી ગયા હતા.
વલસાડ નજીક આવેલા રાબડા ગામે અભણ ચેતનબાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે. આ દરગાહમાં હનુમાન જયંતિ ઉજવણીનું આયોજન તા.23ના રોજ રાખવાનું હોવાથી તે મતલબની જાહેર પત્રિકા બહાર પાડી હતી. જેમાં હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્‍દો લખાયા હતા. પત્રિકામાં લખાયેલું હતું કે હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. તેના દર્શનનો લાભ લેવાનું જણાવાયું હતું. પત્રિકા વાયરલ થતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા પોલીસ ચેતન બાપુને ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના અગ્રણી બકુલ રાજગોર, ગૌરક્ષક સંઘના દિનેશ ચૌહાણ સહિતના હિંદુ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટેશનમાં ભેગા થયા હતા અને માંગણી કરી હતી કે ઢોંગી, અભણ, અંધશ્રધ્‍ધા ફેલાવતા ચેતન બાપુ ઉપર ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધો. હિંદુ આગેવાનોએ બાપુના ઢોંગી અંધશ્રધ્‍ધા અંગે અનેક આક્ષેપો કર્યા હતા. બાળકો ન થતા હોય તો બાપુ પૈસા લઈને બાધા-આખડી જેવા ઢોંગ પણ ચલાવી રહ્યો છે. બાપુની હનુમાન જયંતિની કપોળ કલ્‍પીત પત્રિકાને લઈને હિંદુઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

Related posts

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment