(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ પાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઈનને સ્થળાંતરિત કરવા માટે આગામી તા. 01 એપ્રિલના સોમવારે સવારે 7:00 વાગ્યાથી મંગળવાર તા.02 એપ્રિલ સવારે 7:00 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણીનો પુરવઠો સીમિત પ્રમાણમાં પુરો પાડવામાં આવશે, જેથી શહેરીજનોને સૂચિત કરવામાં આવે છે કે પાણીનો ઉપયોગ સંભાળીને કરે અને સોમવાર-મંગળવારના માટે પોતાના ઘરમાં પાણી જમા કરી રાખે. સેલવાસના બાવીસા ફળિયા, પાતળીયા ફળિયા, લાયન્સ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ કોલોની, 66 કેવી રોડ આમલી, ફાયર સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં પાણીનો પુરવઠાનો પ્રવાહ ધીમો રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.