(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લા નેહરૂ યુવા કેન્દ્ર આયોજિત મહિલા મંડળ બિલપુડી દ્વારા ધરમપુર તાલુકામાં પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે તા.૫ મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તેમજ મિલેટ મેળાના કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમમાં ભેંસધરા પી.એચ.સી.ના જીતેન્દ્રભાઈ પટેલે પૌષ્ટિક ખોરાક કે જેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન, ન્યુટ્રીશન, વિટામિન મળે એવા ધાન્યો વિશે માહિતી આપી હતી. અસ્તિત્વ સંસ્થામાંથી ઉપસ્થિત એડવોકેટ ગૌરીબાળાએ વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવતા પર્યાવરણનું જતન કરી પ્રદૂષણ અટકાવવા અપીલ કરી હતી. મહિલા મંડળ બિલપુડીના પ્રમુખ વનિતાબેન ગાંવિતે પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવી અને પર્યાવરણનું વ્યક્ર્તિના જીવનમાં મહત્વ સમજાવ્યું હતું.