August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31: પારડી તાલુકાના બગવાડા અને ડુમલાવ એમ બે જગ્‍યાએ અલગ અલગ અકસ્‍માતોના કિસ્‍સાઓ પારડી પોલીસ સ્‍ટેશને નોંધાયા હતા.
જેમાં પ્રથમ મનહરભાઈ કુંવરજી પટેલ (ભંડારી) ઉંમર વર્ષ 66 રહે.ભંડારવાડ ટૂકવાડા પોતાની એકટીવા નંબર જીજે 15 ડીજે 7439 લઈ ઉદવાડાથી કામ પતાવી સાંજે 6:00 વાગે પરત ટૂકવાડા આવી રહ્યા હતા. આ દરમિયાન ટાટા કન્‍ટેનર નંબર એમએચ 48 પી 2737 ના ચાલક ગુરૂદાસપુર રહે.પંજાબનાઓએ એકટીવાને અડફેટે લેતા મનહરભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને 108 વડે વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે લઈ જવાતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્‍ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા.
જ્‍યારે બીજા કિસ્‍સામાં ધીરુભાઈ ભાદિયાભાઈ નાયકા રહે.ડુમલાવ જેઓને ડાબી સાઈડએ લકવાની બીમારી હોય તેવો લાકડીના ટેકે જ ચાલી શકતા હોવા છતાં ભીનાર ફળિયા ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન ડુમલાવના જ મારુતિ સ્‍વિફટ ચાલક નંબર જીજે 15 સીજે 8865 ના ચાલક વૃન્‍દીપ બાલુભાઈ પટેલ રહે.રાધા ફળિયુ ડુમલાવનાઓએ ડુમલાવથી ખેરલાવ જતા રોડ ઉપર દીપકભાઈની ઘરની સામે ધીરુભાઈને અડફટે લેતા તેમને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમની પણ વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્‍ટરે સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા.
આમ પારડી તાલુકામાં આજરોજ થયેલ અલગ-અલગ બંને અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિઓએ પોતાનો જીવ ગુમાવ્‍યો હતો.

Related posts

દમણમાં દિવસ દરમિયાન 3 ઈંચ કરતા ખાબકેલો વધુ વરસાદઃ દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની બનેલી સમસ્‍યા

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

સમગ્ર પારડી વિસ્‍તારમાં કમોસમી વરસાદ : કેટલાય દિવસની અસહ્ય ગરમીમાં રાહત, જ્‍યારે ખેડૂત બન્‍યો બેહાલ

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment