April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

મોબાઈલ ટ્રેસીંગની મદદથી સુરત અને ભુસાવલ આર.પી.એફ.ની
મદદથી ચારેય ટ્રેનમાં મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપીના એક વિસ્‍તારમાં રહેતી બે સગી બહેન સહિત અન્‍ય બે વિદ્યાર્થીઓ ઘરેથી સ્‍કૂલમાં જવાનું જણાવી દિલ્‍હી ફરવા ઉપડી ગયાનો ચોંકાવનારા બનાવે ત્રણ-ત્રણ પરિવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંતે રેલવે પોલીસની મદદથી ચારેય વિદ્યાર્થીઓને દિલ્‍હી જતી સાલીમાર એક્‍સપ્રેસ ટ્રેનમાંથી ભુસાવલ સ્‍ટેશને ઝડપાતા તમામ વિદ્યાર્થીઓને શુક્રવારે રાતે પોલીસ વાપી લઈ આવીહતી.
વાપીના ચાલી વિસ્‍તારમાં રહેતી સગી બે સહિત અન્‍ય પડોશી એક બહેનપણી સાંજે ઘરે નહી આવતા વાલીઓએ ટાઉન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન ચોથી એક વિદ્યાર્થીની પણ ઘરેથી લાપત્તા હતી. જેની પાસે મોબાઈલ હોવાની પોલીસને જાણ થતા ફોન ટ્રેસીંગ કરી પોલીસે લોકેશન મેળવ્‍યું હતું. પ્રથમ સુરત સ્‍ટેશને સી.સી.ટી.વી.ને દેખાઈ હતી. તે પછી ભુસાવલ સ્‍ટેશને શાલીમાર ટ્રેનમાં દિલ્‍હી જઈ રહી હોવાની આર.પી.એફ. સુરત અને નંદુરબાર આર.પી.એફ. એકશનમાં આવી હતી. પરંતુ ટ્રેન નંદુરબારથી નિકળી ગઈ હતી તેથી ભુશાવલમાં ચેકીંગ કરીને ચારેય વિદ્યાર્થીનીઓને નીચે ઉતારવામાં આવી હતી. વાપી પોલીસને જાણ કરતા વાપી પોલીસે ભુસાવલ પહોંચીને ચારેય વિદ્યાર્થીનીઓને ભુસાવલથી શુક્રવાર રાતે વાપી લાવી હતી અને વાલીઓને સુપરત કરાઈ હતી. સમાજ માટે લાલબત્તી સમાન બનાવે સૌ કોઈને હચમચાવી દીધા હતા.

Related posts

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment