January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: સમગ્ર વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર વાતાવરણ ચૂંટણીમાં બની રહ્યું છે 180 વિધાનસભા ગુજરાતના નાણામંત્રીકનુભાઈ દેસાઈની હોય અહીં હાર કે જીત નહીં પરંતુ કેટલા માર્જિંગથી જીત હાંસલ કરશો તે માટેની તૈયારી પારડી ભાજપ શહેર કરી રહ્યો છે.
પરંતુ ગત નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને 14-14 સીટો મળતા નગરપાલિકામાં ટાઈની સ્‍થિતિ સર્જાઈ હતી તે પરિસ્‍થિતિનું પુનરાવર્તન ન થાય અને પારડી શહેરમાંથી 180 વિધાનસભા પારડીને સમગ્ર પારડી ભાજપને મળી રહે તેવું વચન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્‍થિત ભાજપ પરિવાર પાસે માંગ્‍યું હતું.
પારડી બિરસા મુંડા સર્કલ પાસે યોજાયેલી આ મોદી પરિવાર સભામાં પારડી 180 વિધાનસભાના ધારાસભ્‍ય અને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પારડી વિધાનસભાના પ્રભારી ડો.પ્રકાશ ચંન્‍દ્રા, વરિષ્ઠ નાગરિક મડળના પ્રમુખ એન. કે. દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, કવિતાબેન દેસાઈ, કુંદનલાલ અને રમેશભાઈ પટેલ સહિત પારડી શહેરમાંથી મોટી સંખ્‍યામાં ભાજપ પરિવારના કાર્યકર્તાઓ ઉમટી પડ્‍યા હતા.
આ મોદી પરિવાર સભામાં કોઈ ઉમેદવારનો ઉલ્લેખ નહીં પરંતુ મોદીજીના અબકી બાર 400 પાર ના સૂત્રને સાર્થક કરવાની સાથે છેલ્લા 70 વર્ષમાં પરિવારવાદ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને જેને લઈ ભારતનો વિકાસ રૂંધાવો જ્‍યારે પોતાને 140 કરોડ પરિવારને મારો પરિવાર હોવાનું માની છેલ્લા દસવર્ષમાં ટૂંકા ગાળામાં દેશની સુરક્ષા શાંતિ અને ભારતના વિવિધ વિકાસના કામો ગણાવી ફરી એકવાર મોદી સરકારને લાવવાની વાતો જ થઈ હતી.
પ્રભારી ડો.પ્રકાશ ચંદ્રા એ કહ્યું હતું કે, મોદી સભા એટલે મોદી પરિવાર સાથે મળવાનો અવસર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અહીં વિકાસની ગંગા વહાવી છે. લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ વિશે તેમણે જણાવ્‍યું હતું કે નરેન્‍દ્ર મોદી અને અમિત શાહ બંનેની પરીક્ષામાંથી પાસ થઈને આ ઉમેદવાર આવ્‍યા હોય તેમને જંગી બહુમતીથી મત આપવા.
કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ગુજરાતની 26 માંથી 26 બેઠકો તો જીતવાના જ છે એ ભૂલીને આપણે ફક્‍ત પાડીને ધ્‍યાનમાં રાખી મને પારડી વિધાનસભામાંથી સમગ્ર પારડી અપાવજો. આ વખતે કોઈ મતદાન કરવાનું બાકી રહી ન જાય એ માટે પરિવાર સાથે મતદાન કરજો અને સમગ્ર વલસાડ જિલ્લાની દરેક વિધાનસભામાં પારડી નંબર એક પર રહી અહીથી સૌથી વધારે મત મળવા જોઈએ.
સમગ્ર કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન તથા આભારવિધિ પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
જ્‍યારે કાર્યક્રમનું સંચાલન ધર્મેશ મોદી તથા રાજન ભટ્ટે કર્યું હતું.

Related posts

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

Leave a Comment