December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કપરાડા ગ્રામ પંચાયત હોલ ખાતે તા. ૫ ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આત્મનિર્ભર કૃષિદક્ષ મહિલા કિશાન અભિયાન અંતર્ગત કૃષિ સખી અને પશુ સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિશન મંગલમ યોજનાના પશુ સખી અને કૃષિ સખીની ૪૭ બહેનોને તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના દિવ્યેશ પટેલે પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી અને તાલીમ આપી હતી. પશુપાલન વિભાગના ડો. હરિશ પટેલ દ્વારા સારા પશુઓની પસંદગી, પશુ માવજત, ખોરાક, દૂધ ઉત્પાદન, રોગો અને સહાય બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સખી મંડળની બહેનો જે બચત કરે છે તેમાંથી આંતરિક ધિરાણ કરી આર્થિક પ્રવૃત્તિ કરી શકે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત DHEW (ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન)ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત- વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, સહિત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તાલીમના શુભારંભ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના APM (આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર) ફાર્મ લાઈવલી હુડ મેનેજર મિતાલીબેન પટેલ અને APM સોશિયલ મોબિલાઈઝર નિપાબેન પટેલ હાજર રહ્યા હતા.

Related posts

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

Leave a Comment