October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: સેલવાસના બાવીસા ફળીયા રોડ પરથી પસાર થઈ રહેલ રાહદારીને ઓટો રીક્ષાને ઓવરટેક કરવાની લ્‍હાયમાં બાઈકચાલકે હેન્‍ડલ અડાડી દેતાં અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં રાહદારીને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવ્‍યા હતા, જ્‍યાં રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત થયું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આશિક સેન (ઉ.વ.28) રહેવાસી સેલવાસ. જેઓસાયલીથી કંપનીમાં નાઈટ ડ્‍યુટી કરી પરત પગપાળા એમના રૂમ તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાવીસા ફળિયા રોડ પર અજાણ્‍યા બાઈક સવારે ઓટો રિક્ષાને ઓવરટેક કરવાની લ્‍હાયમાં સ્‍પીડમાં પસાર થઈ રહ્યો હતો, તેની બાઈકનું હેન્‍ડલ આશિક સેનના પેટના ભાગે લાગતા તેઓ નીચે પટકાયા હતા. જેના કારણે એમને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના જોતાં આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ઈજાગ્રસ્‍ત યુવકને સારવાર અર્થે સેલવાસ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. બાઈક સવાર પણ હોસ્‍પિટલ પર આવ્‍યો હતો, પરંતુ બાઈક સવાર ઈજાગ્રસ્‍ત આશિકને દાખલ કર્યા બાદ પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો. સારવાર દરમ્‍યાન આશિક સેનનું મોત થયું હતું. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી ફરાર બાઈક સવારનો બાઈક નંબરના આધારે સેલવાસ પોલીસ તપાસ કરી રહી છે.

Related posts

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment