October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: બેફામ ઝડપે જતા વાહન ચાલકો પોતાની સાથે અન્‍યોના જીવ પણ જોખમમાં મુકી દે છે. આવી જ ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાઆંબોસી ભવઠાણ પાંડવ ખડક તરફ જતા રસ્‍તા ઉપર બનવા પામી છે. જેમાં બાઈક ચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલાને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા તાત્‍કાલિક ધરમપુરની સાંઈનાથ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્‍યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામના ડુંગરી ફળિયાના રહેવાસી અનિલભાઈ ઈશ્વરભાઈ વળવી પોતાની હિરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાઈકલ નંબર જીજે-0પ-એસયુ-8096ને ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ બારી ફળિયાથી આંબોસીથી પાંડવખડક તરફ જતા રસ્‍તા ઉપર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રંગીબેન સકારામભાઈ ગવળી (ઉ.વ.60), રહે. આંબોસી ભવઠાણ, નિશાળ ફળિયા, તા.ધરમપુરને અડફેટમાં લેતા તેઓને માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને સારવાર અર્થે ધરમપુરની સાંઈનાથ હોસ્‍પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્‍યારબાદ સ્‍ટેટ હોસ્‍પિટલ ખાતે પી.એમ. માટે લઈ જવાયા હતા. મહિલાના પુત્ર જમસુભાઈ સકારામભાઈ ગવળીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી બાઈક ચાલક ઈસમની અટકાયત કરી હતી.

Related posts

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

Leave a Comment