April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યકરો સાથે કરેલી ચૂંટણી સભા

ઔદ્યોગિક વિસ્‍તારના કામદારોની કેટલીક ઉકેલ માંગતી સમસ્‍યાના નિરાકરણ માટે આપેલો ભરોસોઃ મોદીની ગેરંટીની આપેલી પૂર્ણ સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: આજે લોકસભાની વલસાડ-ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે ઉમરગામ વિધાનસભાના સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ ત્‍યાં કામ કરતા કામદારો સાથે સીધો સંવાદકર્યો હતો.
લોકસભાની વલસાડ-ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે કામદારોને મોદીની ગેરંટીની સમજ આપી હતી અને ભાજપને વોટ શા માટે આપવો તેની વિસ્‍તૃત જાણકારી પણ આપી હતી. શ્રી ધવલભાઈ પટેલે કામદારોની કેટલીક સળગતી સમસ્‍યાના નિરાકરણ માટે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા અને વલસાડ-ડાંગ વિસ્‍તારના વિકાસ માટેની પોતાની બ્‍લ્‍યૂ પ્રિન્‍ટ પણ રજૂ કરી હતી. શ્રી ધવલભાઈ પટેલના વિચારોથી સમગ્ર કામદારો અને ઔદ્યોગિક ગૃહોના સંચાલકો પણ ખુબ જ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે ઉમરગામ વિધાનસભાના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી શ્રી રમણલાલ પાટકર, વિધાનસભા સંયોજક શ્રી કનુભાઈ સોનપાલની વિશેષ ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન રહ્યું હતું. ઔદ્યોગિક ગૃહોની મુલાકાત દરમિયાન ઉમરગામ તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી રામદાસભાઈ વરઠા, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ જાદવ, શ્રી શેખરભાઈ આરેકર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મહેશભાઈ આહિર, સામાજિક આગેવાન શ્રી હર્ષદભાઈ શાહ, સામાજિક આગેવાન શ્રી ટીનુભાઈ બારી, યુ.આઈ.એ.ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ભગવાનભાઈ ભરવાડ, યુ.આઈ.એ.ના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ શ્રી મનિષભાઈરાય, શ્રી મિહિરભાઈ સોનપાલ, લઘુમતિ મોરચાના પ્રમુખ શ્રી ફારૂકભાઈ પેનવાલા, ઉમરગામ વિધાનસભા વિસ્‍તારક શ્રી જયભાઈ નાડા, સોશિયલ મીડિયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, આઈ.ટી. ઈન્‍ચાર્જ શ્રી ધ્રુવિનભાઈ પટેલ, સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયઝ એસોસિએશનના સેક્રેટરી શ્રી આનંદભાઈ, તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો સહિત ભાજપના સંનિષ્‍ઠ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનમાં યોજાયો ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ કાર્યક્રમઃ મરવડ ગ્રા.પં.ના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

Leave a Comment