December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્‍થિતિ

સમગ્ર પંથકમાં તાલુકા વિકાસ અધિકારીના એક તરફી ઈલુ ઈલુના પ્રકરણે જગાવેલી ચર્ચાઃ વિરોધીઓએ સ્‍ક્રીન શોટ પાડી મેસેજને કરેલો વાયરલ

– દિગેશ કડિયા દ્વારા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
હિંમતનગર, તા.05: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલના એક તરફી પ્રેમ પ્રકરણની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. એક મહિના પહેલાં તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપરથી પ્રેમ પ્રકરણનો મેસેજ ઈરાદાપૂર્વક યા ભૂલથી વાઈરલ થઈ ગયો હતો. પરંતુ તે વખતે તાલુકા પંચાયતના અન્‍ય કર્મચારીઓએ આ મેસેજ જોતાં તાત્‍કાલિક ધોરણે દિનેશ પટેલના પ્રેમ પ્રકરણનો મેસેજ ડિલિટ કરાવવામાં આવ્‍યો હતો. પરંતુ ત્‍યારબાદ ઈડર નરેગા ગ્રુપમાં તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે એક મહિલા કર્મચારીને તેઓ ખુબ યાદ આવતા હોવાનો મેસેજ ઈડર નરેગા ગ્રુપમાં કર્યો હતો. આ સમગ્ર મામલે ગ્રુપના અન્‍ય કર્મચારીઓએ આ મેસેજનો સ્‍ક્રીન શોટ પાડી વાઈરલ કર્યો હતો. જેના કારણે મહિલા કર્મચારી પણ ક્ષોભજનક સ્‍થિતિમાં વિના વાંકે મુકાવા પામ્‍યા છે.
મળતી માહિતી પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ તાલુકાની એક મહિલા કર્મચારી સાથે વારંવાર સોશિયલ મીડિયામાં અજૂગતી માંગણીઓ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્‍યું છે. ત્‍યારે તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલના વિરોધીઓએ સોશિયલ મીડિયામાં તેમના દ્વારા કરાતા બેજવાબદારમેસેજોને વાઈરલ કરાઈ રહ્યા છે.
તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ એક તરફી પ્રેમમાં પાગલ થયા હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેમના દ્વારા થતી હરકતથી એક નિર્દોષ મહિલા કર્મચારીને ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાવા પડી રહ્યું છે તે પણ વાસ્‍તવિકતા છે.
તાલુકા વિકાસ અધિકારીએ આવી હરકતોના કારણે અન્‍ય મહિલા કર્મચારીઓ પણ તેમની ઓફિસમાં એકલા જવાનું ટાળી રહ્યા હોવાનું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.

Related posts

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે નવનિર્વાચિત રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ પાઠવેલા અભિનંદન

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment