January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

ડાભેલમાં રહેતા પંકજ ઝા અને રોહીત છેદીલાલ નિર્મલ પાસેથી મોબાઈલ-6 બે મોપેડ સહિત પોલીસે 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી જીઆઈડીસી ટેલીફોન એક્ષચેન્‍જ રોડ ઉપરથી ગત તા.8 ડિસેમ્‍બરના રોજ સવારે 9 વાગ્‍યાના સુમારે એક ચાલતા જતા રાહધારીનો મોબાઈલ ખેંચાયો હતો. આ બાબતે નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસ એલર્ટ બની હતી અને મોબાઈલ સ્‍નેચરોની ચાંપતી તપાસ હાથ ધરીહ તી.ગણતરીના જ દિવસોમાં પોલીસે બે મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા હતા.
પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ વાપી જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.ના હેકો. નરેન્‍દ્રસિંહ, પો.કો. હરીશ કામરૂલ, પો.કો. ઈન્‍દ્રજીતસિંહ ખાનગી વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલ બાતમી અનુસાર રેમન્‍ડ સર્કલ રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન બે મોપેડને સાઈડીંગ કરાવી પોલીસે ચાલક હર્ષ પંકજ ગુલાબ બટુ ઝા તથા રોહીત છેદીલાલ નિર્મલએ મોપેડના સાધનિક કાગળો માંગેલ, તેઓ આપી શકેલ નહીં તેથી પોલીસે બન્નેની અટક કરી પોલીસ સ્‍ટેશન લાવી પૂછપરછ કરતા હર્ષ ઝા હાલ રહે.ડાભેલ રમણભાઈની ચાલી રૂમ નં.17માં રહેતા હતા. મૂળ યુ.પી. બિહારના છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ નં.6 રૂા.66,000 તથા બે મોપેડ કુલ કી.80 હજાર મળી કુલ રૂા.1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મોબાઈલ સ્‍નેચીંગ ગુના ઉકેલવાની સફળતા મળી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

વાપીમાં 6 કરોડની બોગસ ઈનપુટ ટેક્‍સ ક્રેડીટ લેનાર સ્‍ક્રેપના વેપારીની ધરપકડ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

Leave a Comment