October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

પુત્રે ભણવું નથી અને પિતાની ભણાવવાની જીદે છોડ્‍યું હતું ઘર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: પરીક્ષા ? ત્રણ અક્ષરનો આ શબ્‍દ અનેક વિદ્યાર્થીઓ, વાલીઓ તથા અનેક લોકોની જિંદગીમાં ઉથલપાથલ મચાવી દેતો હોય છે કોઈક વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગતો હોય છે કોઈને ભણવાનું ગમતું નથી અને મા- બાપોની વધારે પડતી પોતાના પુત્ર – પુત્રી પ્રત્‍યેની અપેક્ષા જેવા અનેક કારણોને લઈ વિદ્યાર્થીઓ પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે.
હાલમાં જ પૂર્ણ થયેલ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પારડી મુખ્‍ય બજાર સ્‍થિત રામચોક વિસ્‍તારમાં પણ આવો જ કંઈક બનાવ બનવા પામ્‍યો હતો.
પારડીમાં રામચોકની સામે જલારામ ટ્રેડર્સ નામની અનાજની દુકાન ધરાવતા મેહુલકુમાર રમેશચંદ્ર મોદીનો પુત્ર મોક્ષ અગાઉ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી ચૂકયો હોય આ પરીક્ષા તે પાસ ન કરી શકતા તેનું ભણવામાં દિલ ન લાગતા તે પરીક્ષા આપવા માંગતો ન હતો જ્‍યારે પિતા મેહુલ પુત્ર ભણે એવી ઈચ્‍છા રાખતા હોય પરીક્ષાની તારીખ પહેલા કામ અર્થે પિતા મેહુલ અમદાવાદ ગયા હોય જેનો લાભ લઈ મોક્ષ ઘર છોડી ચાલી ગયો હતો.
મોક્ષે પારડી ઉદવાડા વાપી થઈ મુંબઈ બાંદ્રા પહોંચી ત્‍યાંથી સીધો ગોવાની વાટ પકડી હતી અને ગોવામાં કલંગુટ બીચ ખાતેના રિસોર્ટમાં નોકરી કરી જીવન નિર્વાહ કરતા હતો.
બીજી તરફ ગુમ થયેલ મોક્ષના પિતા મેહુલે તમામ સંબંધીઓ તથા આજુબાજુ શોધખોળ કર્યા બાદ તારીખ 11.3.2024 ના રોજ પોતાનો પુત્ર મોક્ષ ગુમ થયાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશનને ખાતે નોંધાવી હતી.
પારડી પોલીસે પણ પરીક્ષાનો માહોલ હોય અને એક પિતાની પુત્ર પ્રત્‍યેના પ્રેમ અને વેદના સમજી જેમ બને તેમ જલ્‍દીથી મોક્ષ મળી જાય તે માટેના પ્રયત્‍નો આદર્યા હતા.
પારડી પોલીસે આધુનિકતાનો સહારો લઈ આજના સૌથી એકટીવ અને મહત્‍વના ગણાતા સોશિયલ મીડિયાનો સહારો લઈ મોક્ષ સુધી પહોંચવાના પ્રયત્‍ન કરાતા સોશિયલ મીડિયાના આધારે પારડી પોલીસ મોક્ષ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
મોક્ષે પરીક્ષા ન આપવી અને પિતાજીના ડરને લઈ ભલે ઘર છોડીદીધું હોય પરંતુ તેણે પોતાનો આધુનિક મોબાઈલ ચાલુ રાખી સાથે સાથે તમામ એપ્‍લિકેશનનો રૂત્રર્્ીદ્દર્તીષ્ટષ્ટ શઁતર્દ્દીશ્વિર્ંીળ જેવી એપ્‍લિકેશન ચાલુ હોય મોક્ષ ગોવામાં હોવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળતા પારડી પોલીસ સ્‍ટેશનના એએસઆઈ ચંદુભાઈ સુરપાલ ગોવા પહોંચ્‍યા હતા.
ગોવા પહોંચી પારડી પોલીસે સાત થી આઠ દિવસ ગોવામાં રોકાઈ ત્‍યાંની સ્‍થાનિક પોલીસ, રિક્ષા એસોસિએશન, વિવિધ હોટલો વિગેરેનો સાથ સહકાર લઈ મોક્ષને શોધવાના તમામ પ્રયત્‍નો છતાં ગોવા ટુરીસ્‍ટ પોઇન્‍ટ હોય મોક્ષ સહેલાયથી મળી ન આવતા પારડી પોલીસ પરત આવી હતી. પરંતુ પારડી પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ. ચંદુભાઈ સુરપાલે પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવીના સુચના મુજબ ફરી એકવાર ગોવા જઈ તપાસ કરાતા મોક્ષ ગોવાની કલંગુટ બીચ ખાતેની રેસ્‍ટોરન્‍ટ ખાતેથી મળી આવ્‍યો હતો.
આમ પારડી પોલીસે એક ગુમ થયેલા યુવાન પુત્રને શોધી એક પરિવારનો માળો વિખેરાઈ જતો બચાવી પોતાની ફરજ ની સાથે પુણ્‍યનું પણ કામ કર્યું હતું.

Related posts

શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

લોકસભામાં સાંસદ પદના શપથ સાથે ઉમેશભાઈ પટેલની દમણ અને દીવના સાંસદ તરીકેની ઈનિંગનો વિધિવત્‌આરંભ

vartmanpravah

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

Leave a Comment