Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, સંઘના સ્‍વયં સેવકોએ રાષ્‍ટ્રલક્ષી ચારિત્ર્યના સંકલ્‍પ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા 59મા સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંઘના અને વિ.એચ.પી.ના કાર્યકરો અને શહેરના અગ્રણીઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાહતા.
કાર્યક્રમમાં શ્રીરામ મંદિર નિર્માણ, શ્રીરામ સેતુ રક્ષા, અમરનાથ યાત્રા, લવજેહાદ પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ ઉપર ઉપસ્‍થિત ખાસ મુખ્‍ય વક્‍તા સંઘના દેવેન્‍દ્ર પીમ્‍યુટરે પ્રકાશ ફેક્‍યો હતો તેમજ હિન્‍દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિશ્વ હિન્‍દુ પરિષદ 59 વર્ષથી દેશ-પરદેશમાં કાર્યરત છે. એક સમયે વિશ્વ આખું ભારત માતાના પરમ વૈભવ હેઠળ હતું પરંતુ આકાંતાએ આ ગરીમા ખરડી દીધી હતી. હવે ભારત વિશ્વ ગુરુ બનવા સંકલ્‍પ સાથે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રી કૃષ્‍ણ જન્‍માષ્‍ટમીના શુભ દિને તા.29 ઓગસ્‍ટ 1964માં સ્‍વામિ ચિન્‍મયાનંદજીએ મુંબઈ સાંદિયની આશ્રમમાં વિ.એચ.પી.ની સ્‍થાપના કરી હતી. આ પ્રસંગે સલવાવ ગુરુકુળના સ્‍વામી રામસ્‍વામી, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, પ્રાંત સંયોજક અજીત સોલંકી સહિત સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

vartmanpravah

દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ અને સિંચાઈ સમિતિના ચેરપર્સન સિમ્‍પલબેન પટેલના હસ્‍તે પ્રગતિશીલ ખેડૂતોને ડાંગરના ઉચ્‍ચ બિયારણ જૈવિક ખાતરનું કરાયેલું વિતરણ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah

Leave a Comment