Vartman Pravah
Breaking News ઉમરગામ ગુજરાત વલસાડ

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્કઃ) સરીગામ, તા.22
બે દિવસ પછી 24મી માર્ચના રોજ કંપની એક્‍ટના નિયમથી કાર્યરત ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પંદર એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બરની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીમાં જેમને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. જેની અંતિમ યાદી 19મી માર્ચના રોજ સાંજના પાંચ વાગ્‍યા સુધી નોંધવામાં આવી હતી અને આ યાદી સંપૂર્ણ રીતે હજુ સુધી અર્થાત મતદાનના બે દિવસ પહેલા પણ ટીમ ઇન્‍ડસ્‍ટ્રીયાલિસ્‍ટ પેનલ પ્રાપ્ત થવા પામી નથી એવો ખુલાસો પેનલના ઉમેદવાર શ્રીરામસબદસિંહ અને શ્રી સચિનભાઈ (બાળા) દ્વારા કરવામાં આવ્‍યો છે. જેના કારણે નિયમ વિરુદ્ધ કે ગેરરીતી આંચરીને 50 થી 60 જેટલા ઓથોરાઈઝ પર્સન બનેલા મેમ્‍બરોને શોધી શકવાનો પૂરતો સમય મળ્‍યો નથી.
આ અગાઉ ટીમ ઇન્‍ડસ્‍ટ્રીયલીસ્‍ટ પેનલેઇલેક્‍શન કમિટી સમક્ષ રજૂઆત કરી નિયમ વિરુદ્ધ મતદાન કરવાના હક પ્રાપ્ત કરનાર ઓથોરાઈઝ પર્સન સામે પગલા ભરવાની માંગણી કરી હતી. પરંતુ ઇલેક્‍શન કમિટીના ચેરમેન શ્રી દિલીપભાઈ સોહાનીએ પુરાવા રજૂ કરશો તો તપાસ હાથ ધરવાની ખાતરી આપી હતી. આજરોજ ટીમ ઇન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલના સભ્‍યોએ પુરાવા રજૂ કર્યા હતા. જેમાં કંપનીના વેચાણ બાદ ખરીદનારના નામ પર ટ્રાન્‍સફર થઈ ગયા છતાં જુના ઓથોરાઈઝ પર્સન મતદાન કરવાનો હક પ્રાપ્ત કર્યો હોવાનું જણાય આવ્‍યું હતું. 1. પ્‍લોટ નંબર 34 ડોમ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ જેમાં નાડીર કોન્‍ટ્રાક્‍ટર 2. પ્‍લોટ નંબર 14 ટિમ વર્ક કેબલ્‍સ જેમાં ગુજરાત રોલિંગ શટર ફેબ્રિક 3. પ્‍લોટ નંબર એ-2-508 રેખા ધીરેન્‍દ્ર શાહ જેમાં ઇન્‍ડિગો મેટલ 4. પ્‍લોટ નંબર 59 એસપીજી ગ્‍લાસ ફાઇબર જેમાં કોસમોસ ઇન્‍ડસ્‍ટ્રીઝ 5. પ્‍લોટ નંબર એ-1-244/17 પ્રકાશ જૈન જેમાં પાયોનીયર નામથી મેમ્‍બર તરીકે રજીસ્‍ટર કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત ઘણી કંપનીના માલિકોએ ઓથોરાઈઝ પર્સન નિયુક્‍ત ન કરવા છતાં એમના બોગસ સિગ્નેચરના આધારે નિયુક્‍ત કર્યા હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આમ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
ગત 27મી જાન્‍યુઆરીથી નોમિનેશન ફોર્મ આપવાનીશરૂઆત કરવામાં આવી હતી અને મતદારોનું ફાઇનલ લિસ્‍ટ મતદાનની તારીખ 24 માર્ચના ચાર દિવસ પહેલા તૈયાર કરવામાં આવ્‍યું છે અને તે પણ હજુ સુધી સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્‍યું નથી. હવે આ તમામ પ્રક્રિયા પક્ષપાતી રીતે આગળ વધી રહ્યી હોવાનું આકલન કરવામાં આવી રહ્યું છે.
આ ચૂંટણીમાં શાસક પક્ષની પેનલ સામે મેદાનમાં ઝંપલાવનાર ટીમ ઇન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલે એડીચોટીનું જોર લગાવતા અને મેમ્‍બરોનો રૂબરૂ સંપર્ક કરતા ભારે સમર્થન મળી રહ્યું છે જેમાં કેટલીક નિયમ વિરોધની ચાલતી ગેરરીતીનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે.

Related posts

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

વાપી નજીક અંબાચ ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી :રાચ-રચિલું-ઘરસામાન બળીને ખાખ

vartmanpravah

દિલ્‍હી રાજપથ પર પરેડનું નેતૃત્‍વ કરનાર દીવની કુ. સિદ્ધિ રમેશ બારિયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

Leave a Comment