December 1, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણ

અંડર-14, 17 અને 19 શ્રેણીની છોકરીઓ માટે દમણમાં આંતર શાળાકીય ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશની રમતગમત સંસ્‍કૃતિના વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ સંઘપ્રદેશ દાદરા અને દમણ-દીવ પ્રશાસના યુવા બાબતો અનેરમતગમત વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સના ઉપલક્ષમાં યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને રમતગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં જિલ્લા આતંર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધામાં અંડર 14, 17 અને 19 છોકરીઓ માટે ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ જિલ્લા આંતર શાળાકીય દોરડાખેંચ સ્‍પર્ધામાં તમામ કેટેગરીમાં કુલ 42 શાળાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-14 છોકરીઓમાં પરિયારીની સ્‍કૂલ વિજેતા રહી હતી જ્‍યારે ઉપ વિજેતા તરીકે દમણવાડાની સ્‍કૂલ રહી હતી અને ત્રીજા ક્રમે અમન વિદ્યાનિકેતન સ્‍કૂલની ટીમ રહેવા પામી હતી.
જ્‍યારે અંડર-17માં જી.એચ.એચ.પરિયારીની સ્‍કૂલ વિજેતા રહી હતી અને ઉપ વિજેતા જી.એચ.એસ.એસ. ભીમપોરની સ્‍કૂલ બની હતી. ત્રીજા ક્રમે જી.એચ.એસ.નાની દમણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ રહેવા પામી હતી.
અંડર-19માં જી.એચ.એસ. નાની દમણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ વિજેતા બની હતી. જ્‍યારે ઉપ વિજેતા સાર્વજનિક વિદ્યાલય રહી હતી અને ત્રીજા ક્રમે શ્રી માછી મહાજન સ્‍કૂલ આવી હતી.
દમણ જિલ્લા આંતર શાળાકીય દોરડાખેંચ છોકરીઓની સ્‍પર્ધામાં વિજેતા ખેલાડીઓનેતાલુકા રમતગમત સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડ અને વરિષ્‍ઠ શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી મનોજ પટેલ, શ્રી અમિત ઈંગવલેએ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા.
દમણ જિલ્લા આંતર શાળાકીય દોરડાખેંચ સ્‍પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણ વિભાગના શિક્ષકો તેઓનું યોગદાન આપી રહ્યા છે.

Related posts

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

પારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

Leave a Comment